માણાવદરમાં સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે ચકલી ઘરનુ વિતરણ

0
19
Share
Share

માણાવદર તા.૧૨

દેશમાં લુપ્ત થઇ રહેલપંખીઓએ સૃષ્ટિ નું પર્યાવરણ ખતરામાં નાખી દીધું છે એક સમયે ગામ શહેરો અને નગરોમાં ચકલીઓના મોટા મોટા ટોળાં જોવા મળતા હતા આજે દેશમાથી ચકલીઓ અદશ્ય થઇ રહી છે ચકલીઓને બચાવવા ધણી સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે ત્યારે માણાવદરમાં પણ  સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે ચકલી ધરનુ વિતરણ શરુ કરવામાં આવ્યું છે  સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો દ્વારા નવરાત્રી ની પૂર્ણાહુતિ દરમિયાન વિવિધ મંદિરે પધરાવેલ ગરબા માથી ચકલી ના માળા બનાવવામાં આવેલ છે આ ગરબામાંથી બનાવેલ ચકલી ના માળા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તાર માટે  વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે આ ચકલી ના માળા મેળવવા માટે બાલકૃષ્ણ સ્કુલ સરદારગઢ રોડ જીઇબી પાછળ માણાવદર ખાતેથી વિનામુલ્યે મળશે તેમ નિલેશભાઇ દેત્રોજા એ અખબારી યાદીમાં જણાવ્યું હતુ

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here