માણાવદરમાં વ્યાપક પેશકદમી સામે લેન્ડ ગ્રેબીંગ કાયદો ઉગામવા માંગ

0
22
Share
Share

માણાવદરના સહકારી અગ્રણીની મુખ્યમંત્રીને રજુઆત

જૂનાગઢ, તા ૧૧

માણાવદરમાં થયેલા દબાણને નવા અમલમાં આવેલ લેન્ડ ગ્રેબીંગ એકટમાં સમાવી કાર્યવાહી કરવા માણાવદરના સહકારી અગ્રણી અને જૂના રાજકીય નેતાએ મુખ્યમંત્રીને એક પત્ર લખી માંગ કરી છે.

માણાવદરના સહકારી અગ્રણી અને જૂના રાજકીય નેતા દેવજીભાઇ ઝાટકિયાએ પત્રમાં જણાવ્યું છે કે, માણાવદર શહેરમાં રાજાશાહી વખતની રસાલા નામે ઓળખાતી મિલકત ઉપર ૩૩ લોકોએ પેશકદમી કરી ૧૬૬૭ ચો.મીટર જમીનો દબાવી છે. માર્ગ મકાન વિભાગ જૂનાગઢને ૨૦૦૬થી આ બાબતની જાણ છે, તદઉપરાંત ૧૧૯ અને ૧૩૪ લોકોએ રેવન્યૂ અને અન્ય સરકારી જમીનો જુદી જુદી જગ્યાએ દબાવી બાંધકામો કરી લીધા છે. જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના એક પૂર્વ પ્રમુખનું પણ નામ છે તથા માણાવદરના પાદરમાં આવેલ રસાલા ડેમને કાંઠે અનેક લોકોએ મકાનો ચણી લીધા છે. જેમાં નગરપાલિકાના એક પૂર્વ પ્રમુખ પણ સામેલ છે. આ વિગત તાલુકા પંચાયતે મામલતદારને લખીને મોકલેલી હોવા છતા કોઇ પગલાં તંત્ર તરફથી લેવાયા નથી અને દેવજીભાઇ ઝાટકિયા અને ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ આ અંગે જૂનાગઢના કલેકટરને લખ્યું હોવા છતા કલેક્ટરે આ પેશકદમી બાબતે પગલાં લીધા નથી.

માણાવદર શહેરના જાહેર રસ્તાઓ ઉપર નગરપાલિકાએ ૧૧૦ કેબિનો બનાવવા કેબિન ધારકોને આપેલી જમીન કે જે ભાડે આપેલ છે. તે ખાલી કરાવવાનું જણાવતા કેબિન ધારકો હાઇકોટર્માં જતા સને ૨૦૦૫માં હાઇકોટર્ના હુકમ મુજબ કલેક્ટરે જે કામગીરી કરવાની હતી તે કરી નથી અને હાઇકોટર્ના હુકમનું પણ પાલન પણ કર્યું નથી. ત્યારે દેવજીભાઇએ હુકમની નકલ પણ મુખ્યમંત્રીને મોકલી છે.

આ ઉપરાંત સરકારી જમીનો દબાવી તે જમીનોનું વેચાણ કરતી વ્યક્તિનું નામ મુખ્યમંત્રીને જણાવાયુ છે અને તેમણે ૧૮૪ ચો.મીટર જમીન પર ઉદ્યોગો સ્થાપી દીધા હોવાનું દેવજીભાઇ ઝાટકિયાએ જણાવ્યું છે અને પેશકદમી કરેલ વ્યક્તિઓ ઉપર તથા જે તે અધિકારીઓ ઉપર ગંભીર પ્રકારની બેદરકારી નક્કી કરી પગલાં ભરવા ઝાટકિયાએ અંતમાં માગણી કરી છે.

લેઉવા પટેલ ઉચ્ચ કેળવણી મંડળ

દ્વારા વિદ્યાર્થીઓને લોન અપાશે

જૂનાગઢ જિલ્લાના વતની હોય તેવા લેઉવા પટેલ સમાજના સંતાનોને ધોરણ ૧૨ માર્ચ ૨૦૨૦માં કે ત્યારબાદની પરીક્ષામાં સૈદ્ધાંતિક વિષયમાં ૭૫ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારને તેમજ નીટ પરીક્ષા ક્લીયર કરનાર અને આર્થિક રીતે નબળા પરંતુ એમબીબીએસ, બીડીએસ, બીએએમએસ (એગ્રી), બીઇ, બીટેક, એમબીએ, સીએ જેવા ઉચ્ચ અભ્યાસમાં તેજસ્વી હોય તેવા વિદ્યાર્થીઓ ને વ્યાજ વગરની લોન આપવામાં આવશે. આ માટેના અરજી ફોર્મ સરદાર પટેલ કર્મચારી મંડળ, ન્યૂ સંકલ્પ કોમ્પ્લેક્ષ, ત્રીજા માળેથી સવારના ૧૦ થી સાંજના ૫ સુધીમાં મેળવી ૧૫ ફેબ્રુઆરી સુધીમાં પરત કરવા સંસ્થાના મંત્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here