માણાવદરમાં નિર્માણ પામી રહેલા નવા રસ્તાના કામોમાં ગેરરીતીની આશંકા

0
21
Share
Share

માણાવદર તા.૧3

માણાવદરમાં નિર્માણ પામતા દરેક રસ્તા એક બે વર્ષમાં નાશ પામે છે ત્યાર પછી નવા બનાવવા પ્રજાના પૈસાનુ આંધણ કરાય છે.

હાલ માણાવદર માં નવ કરોડ ના ખર્ચે નવા રસ્તા બનાવવા નું કામ શરુ થયું છે તેમાં નબળી કામગીરી દેખાય આવતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ભાવિનભાઇ રોઠોડે મુખ્યમંત્રી, સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક તથા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે માણાવદરમાં નવનિર્મિત થઈ રહેલા રસ્તા માં લોટ, પાણી અને લાકડા જેવી સ્થિતિ પેદા કરવામાં આવી છે.

રસ્તા ના કામમાં જે એજન્સીએ અગાઉ રસ્તા બનાવ્યા હતા અને નબળી કામગીરી કરી હતી તે એજન્સી સામે પગલાં લેવાને બદલે ફરીવાર એ જ એજન્સી ને કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર ચાલું રાખેલ છે.

હાલ આ એજન્સી દ્વારા નબળી કામગીરી કરાઇ રહી છે અને આ રસ્તા એક વરસ પણ નહી ટકે તેમા નબળી રેતી, ડટ પાવડર નાખવામાં આવી રહયો છે.આને કારણે મજબૂતાઈ રહેતી નથી. કોઇ પ્રકારનું રોલીંગ કે ધૂમસ મારવામાં આવતું નથી જે પી.સી.સી.નુ કામ થયું છે તેમાં પથરા ઊડી રહયા છે. હાથથી ખોદવામાં આવતા ખાડા પડી રહયા છે.

કોન્ટ્રાક્ટર અને નેતાઓની મીલીભગત ને કારણે જ ભ્રષ્ટાચાર ચાલી રહયો છે આ જ કોન્ટ્રાક્ટરે અગાઉ બનાવેલો રીંગ રોડ બે વર્ષમાં જ ખાડા માં ફેરવાઇ ગયો હોવા છતા તેને ફરી વાર બોલાવી નવો કોન્ટ્રાક્ટ આપી દીધો છે. એમ ભાવિનભાઇ રોઠોડે જણાવ્યું છે ને તપાસ કરવા માગણી કરી છે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here