માણાવદરની વીજકચેરી-૨માં સ્ટાફની અછતને લીધે ખેડૂતોમાં દેકારો

0
17
Share
Share

માણાવદર તા.૨૧

માણાવદર વીજતંત્ર કચેરી-બે માં સ્ટાફની અછત હોવાથી સમયસર કામ ન થતા ખેડૂતોને અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તાકીદે પુરતો સ્ટાફ નિયુક્ત કરવા માંગ ઉઠી છે.

માણાવદર શહેરમાં પીજીવીસીએલના ડિવિઝન-ર માં રેસીડન્ટ ગ્રાહકો તથા ખેતીવાડી ગ્રાહકો ૧૮ હજાર થી વધુ છે. કરોડો રૂપિયા ની વાર્ષિક આવક ધરાવતી કચેરી છે. આમ છતાં ઑફિસ સ્ટાફ તથા ટેકનીકલ સ્ટાફની અછત હોવાની ભારે ધટથી ગ્રાહકો અને સ્ટાફ વચ્ચે ચકમક ઝરે છે.

એક તરફ ગ્રાહકોના જંગી કનેકશનો અને બીજી તરફ અપૂરતો સ્ટાફ છે. પરીણામે ગ્રાહકોના સમયસર કામો થતા નથી. તેમાં ૧૧૭૫ મીટર હેવી લાઈનો અને ૪૨૧૬ ટ્રાન્સફોર્મરો ઉપરાંત બીજી લાઇનો તો અલગ છે. જે સામે જરુરી સ્ટાફ ની ધટ છે. તેથી પ્રજાજનોને પુરતી સુવિધા આપી શકાતી નથી. વીજતંત્રની આવક ધરાવતી ઑફિસ છે  છતાં ૩ થી ૪ કલાર્ક ધટે છે.  ટેકનિકલ સ્ટાફ સાવ ઑછો છે. આથી ૪૨૧૬ ટ્રાન્સફોર્મરો અને અનેક ફીડરોનું કામ કરવામાં મુશ્કેલી સર્જાય છે.સ્ટાફ ભરવામાં ન આવતા ઑફિસ માં કલેકશન , બીલમાં સુધારા વધારા , કમ્પલેઇન લખવામાં તેમજ જરૂરી કામો થવામાં મુશ્કેલી સર્જાય છે. જેથી પુરતો સ્ટાફ આપવા માણાવદર તાલુકાના લીંબુડા ગામના કોંગ્રેસના આગેવાન સુરેશભાઈ મોરીએ ઉર્જામંત્રીને રજૂઆત કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here