માણાવદરઃ મંદિરના કોઠારી સ્વામીની કૂવા રિચાર્જ કરી વરસાદી પાણીનો સંગ્રહ કરવા અપીલ

0
38
Share
Share

માણાવદર, તા. ૨૬

માણાવદર ભૂમિ આમ તો હરીભકતો માટે મોટા તિર્થ સમાન છે કેમ કે અહીં ખુદ સ્વામિનારાયણ  ભગવાન આ ભૂમિમાં ૨૦૦ વર્ષ પહેલાં ૧૧ વખત પધારી ચૂકયા છે . તેઓએ હાલના માણાવદર ગાંધીચોકમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના કુવામાં સ્નાન કર્યું હતું તેમા આજે પણ મીઠું પાણી છે તે કુવાને વરસાદી પાણીથી રીચાજર્ કરી તમામ નાગરિકોને કોઠારી મોહન પ્રસાદદાસજી સ્વામીએ અપીલ કરી છે કે પ્રસાદીના કુવાને રીચાજર્ કરી રહયા છીએ મંદિર નું અગાસીનુ સ્વચ્છ વરસાદી જળ તેમાં પધરાવી રીચાજર્ ની પહેલ અમે કરી છે.

લોકોએ પાણીના તળ બોર કરી કરીને ધરતીને ચારણી કરી નાખી છે તેમાં રીચાજર્ કરી મોટાપાયે પાણી બચાવો , પાણી હશે તો બધુ થશે , જળ એજ જીવન છે બોર કુવામાં જેટલું બંને તેટલું પાણી ઉતારો તો તળ ઉંચા આવશે રાષ્ટ્રીય સંપત્તિ બચશે ખેતી માટે ઉપયોગી થશે ખેતીમાં પણ ટપક પધ્ધતિ અપનાવી જળ બચાવો એક ધર્મગુરુ જયારે આવી પહેલ કરતા હોય તમામે અપનાવવું જોઇએ  મંદિર ના કુવામાં મોટા પાઇપથી ધોધ વહાવી વરસાદી જળનો સંગ્રહ કરાય છે જેને જોવા અનેક લોકો આવે છે અગાઉ ઓર્ગેનિક ખેતીની અપીલ કરી હતી જે ધણા લોકોએ અપનાવ્યા બાદ આ બીજી અપીલ દ્રારા જળ સંપત્તિ બચાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here