માણાવદરઃ બોડકા ગામે રૂ.૩૮,૫૦૦ની ચોરી

0
33
Share
Share

જૂનાગઢ, તા.૨૯

માણાવદરમાં બોડકા ગામે મકાનનું તાળુ તોડી ૩૮ ૫૦૦ ની રોકડ ચોરી થયાની નોંધાઈ પોલીસ-ફરિયાદ ને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આગે માણાવદર પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બોડકા ગામે ઘનશ્યામ નગર માં રહેતા જયેશભાઈ બાબુ ભાઈ પરમાર તારીખ ૨૫ જૂનના રોજ મામાના ઘરે ગયેલ હોય પાછળથી અજાણ્યા ઈસમોએ ઘરનું તાળું તોડી કબાટમાંથી ૩૮,૫૦૦ની રોકડની ચોરી થયાની નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ માણાવદર પીઆઇ પીવી ધોકડિયા ચલાવી રહ્યા છે. ફરિયાદીના જણાવ્યા મુજબ કબાટની ચાવી સંતાડેલ હતી જે તસ્કરે શોધી કાઢતા આ ચોરીના બનાવમાં જાણભેદુ હોવાની શંકા પ્રવર્તી રહી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here