માઝીની સ્પષ્ટતાઃ અમે એનડીએ અને નીતિશ કુમાર સાથે છીએ

0
20
Share
Share

પટણા,તા.૧૩

અમે નીતિશ કુમારની આગેવાની  હેઠળ એનડીએની સાથે ચૂંટણી લડ્યા છીએ અને નીતિશ કુમારની સાથે રહેવાના છીએ એવી સ્પષ્ટતા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જીતન રામ માંઝીના હિન્દુસ્તાન અવામ મોર્ચાએ કરી હતી.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવનું મહાગઠબંધન સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યું હોવાથી તેજસ્વી વિવિધ પક્ષોને હોદ્દાની લાલચ આપીને સરકાર રચવાના પ્રયાસો કરી રહ્યો હતો. એને મુખ્ય પ્રધાન બનવાની ભારે અબળખા છે.

એના પક્ષના પ્રવક્તાએ એવો પ્રચાર શરૂ કર્યો હતો કે અમને વિવિધ પક્ષો અને દલિત નેતાઓ પણ સાથ આપવા તૈયાર છે. આ ઉલ્લેખ જીતન રામ માંઝીનો છે. માંઝી દલિત નેતા છે અને અગાઉ લાલુ યાદવની સાથે હતા. જો કે અત્યારે માંઝીએ સ્વતંત્ર પક્ષ સ્થાપ્યો છે અને તાજેતરની ચૂંટણી એનડીએની સાથે રહીને લડ્યા હતા.

અહેવાલો મુજબ માંઝીના પક્ષના નેતાઓને એવા ફોન આવતા હતા કે તમને જોઇએ એ પ્રધાનપદ આપીશું. તમે અમારી સાથે આવી જાઓ. આ અહેવાલોનો સૂર એવો હતો કે કદાચ માંઝીના પક્ષના ધારાસભ્યો તેજસ્વી યાદવ સાથે જોડાઇ જશે. આ અહેવાલોને રદિયો આપતા માંઝીએ પોતાના પક્ષ વતી આ સ્પષ્ટતા કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here