માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્‌સના પિતાનું ૯૪ વર્ષની વયે નિધન

0
13
Share
Share

ન્યૂયોર્ક,તા.૧૬

દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્‌સના પિતા બિલ ગેટ્‌સ સીનિયરનું ૯૪ વર્ષની વયે નિધન થઇ ગયુ છે. ગેટ્‌સ પરિવાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બિલ ગેટ્‌સ સીનિયર અલ્ઝાઇમરની બિમારીથી પીડિત હતા અને લાંબા સમયથી અસ્વસ્થ હતા. જાણતા વકીલ રહેલા બિલ ગેટ્‌સ સીનિયરે સિએટલના વુડ કેનાલ વિસ્તારમાં સ્થિત પોતાના બીચ હાઉસમાં અંતિમ શ્વાસ લીધાં. પિતાના મૃત્યુ પર દિગ્ગજ બિઝનેસમેન બિલ ગેટ્‌સે ટ્‌વીટ કર્યુ, માતા પિતા અસલી બિલ ગેટ્‌સ હતા. તેઓ તે શખ્સ હતાં જેની જેવો હું હંમેશા બનવા માગતો હતો. હું હવે તેમને દરરોજ યાદ કરીશ.

પિતાના મૃત્યુ પર લખેલા એક નોટમાં બિલ ગેટ્‌સે કહ્યું, કાલે પરિવાર વચ્ચે માતા પિતાજી શાંતિથી મૃત્યુ પામ્યા. મારા પિતાજીનું નિધન અનપેક્ષિત ન હતુ. તેઓ ૯૪ વર્ષના હતાં અને તેમનું સ્વાસ્થ્ય લથડતુ જઇ રહ્યું હતુ. અમે કેટલા ભાગ્યશાળી છીએ કે અમારા જીવનમાં આટલા વર્ષો સુધી આ અદ્ભૂત પુરુષ રહ્યાં અને અમે આ ભાવનાઓમાં એકલા નથી. મારા પિતાના જ્ઞાન, ઉદારતા, સહાનૂભૂતિ અને વિનમ્રતાનો દુનિયાભરના લોકો પર ખૂબ જ પ્રભાવ હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here