માઇક્રોફાયનાન્સ : કેરિયર શાનદાર છે

0
28
Share
Share

માઇક્રકોફાયનાન્સિંગ સંસ્થા અથવા તો એમએફઆઇ આર્થિક રીતે નબળા અને નાણાંકીય સહાયતા મેળવી લેવાની આશા રાખતા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવામાં મદદ કરે છે. આ પ્રકારના લોકોને આથિક સહાયતા આપીને મદદ કરવામાં આવે છે. આમાં હાલમાં શાનદાર કેરિયર રહેલી છે. માઇક્રોફાયનાન્સિંગ સંસ્થાઓ એવી કંપનીઓને કહેવામાં આવે છે જે ઓછી આવક ધરાવતા વર્ગના લોકોને પોતાના કારોબારની શરૂઆત કરવાની તક આપે છે. આના ભાગરૂપે પોતાના કારોબારને શરૂ કરવા માટે સસ્તા વ્યાજદર પર લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં નાણાંકીય ઉપલબ્ધતાની ખાતરી કરવા માટે જ માઇક્રો ફાયનાન્સિંગની શરૂઆત કરવામાં આવી હતી. ગ્રામીણ લોકોની આર્થિક જરૂરિયાત પૂર્ણ થાય  તેને ધ્યાનમાં લઇને માઇક્રો ફાયનાન્સિંગના સ્વરૂપને વિકસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભારતમાં તે ખુબ ઉપયોગી છે. તેમાં જોબની ખુબ સંભાવના રહેલી છે. કેટલીક માઇક્રોફાયનાન્સ કંપનીઓ ગ્રામીણ ક્ષેત્રોમાં કાર્યરત છે. જેમ કે બંધન, એસકેએસ, માઇક્રો ક્રેડિટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, સાધના માઇક્રોફિન સોસાયટી આમાં સામેલ છે. તેમાં જોબની તક મળતી રહે છે. આ સેક્ટરમાં જુદી જુદી ખાનગી કંપનીઓ  તેમજ એનજીઓ આવવાથી દરેક સ્તર પર રોજગારીની તક વધવા લાગી ગઇ છે. તેમાં કારોબારીથી શરૂ કરીને બ્રાન્ચ મેનેજર સુધી પ્રગતિ મેળવી શકાય છે. સૌથી ખાસ બાબત એ છે કે આ ફિલ્ડમાં ભરપુર સંભાવના રહેલી છે. પગાર કેટલા છે તેવા સવાલ કરનાર લોકો માટે જવાબ એ છે કે આ ફિલ્ડમાં પ્રવેશ કરી ગયા બાદ કેરિયર શાનદાર છે. કારણ કે પગાર ૨૦-૨૫ હજારથી શરૂ થઇ શકે છે. ત્યારબાદ વધારે સારી કામગીરીના કારણે પ્રમોશનના રસ્તા ખુલી જાય છે. બેકિંગ અને ફાયનાન્સ અથવા તો માઇક્રો ફાયનાન્સ સેક્ટરમાં કેરિયર બનાવવા માટે વિદ્યાર્થીઓ કોઇ પણ પ્રતિષ્ઠિત અને માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા અથવા તો પીજી ડિપ્લોમા કોર્સ કરી શકે છે. લાયકાત માટે આ ડિગ્રી જરૂરી છે. જ્યારે પીજી ડિપ્લોમાં કોર્સ માટે ગ્રેજુએશનમાં ૫૦ ટકા માર્ક રહે તે જરૂરી છે. બેકિંગ એક એવા ક્ષેત્ર તરીકે છે જ્યાં જરૂર આ બાબતની છે કે સંબંધિત વ્યક્તિ તરત  ચીજોને સમજીને આગળ વધે. પોતાનામાં એવી કુશળતા વિકસિત કરવાની જરૂર હોય છે કે તે માત્ર તર્કને સમજીને આગળ વધી શકે. બેકિંગ અને નાણાંકીય ક્ષેત્રમાં પીજી ડિપ્લોમા કરવા માટે પહેલા તો એપ્ટીટ્યુડ ટેસ્ટ પાસ કરવાના હોય છે. તેમાં ઇન્ટરવ્યુ પણ આપવાના હોય છે. તેમાં મુખ્ય રીતે અંગ્રેજી, ગણિતની લાયકાત અને લેખિત પરીક્ષામાં કેટલીક બાબતોની ચકાસણી કરવામાં આવે છે. દિલ્હીમાં આવેલી ટીકેડબલ્યુએસ ઇન્સ્ટીટયુટ ઓફ બેકિંગ એન્ડ ફાયનાન્સ પ્રતિષ્ઠિત સંસ્થા પૈકી એક છે. આજે ગ્રામીણ ક્ષેત્રોમાં કેટલીક માઇક્રો ફાયનાન્સિંગ કંપનીઓ કામ કરી રહી છે. તેમાં રહેલા લોકો પણ કુશળતાપૂર્વક જરૂરિયાતવાળા અને નબળા લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. કેટલીક સંસ્થાઓ આ સંબંધમાં જરૂરી માર્ગદર્શન પણ આપે છે. આવનાર સમયામાં માઇક્રોફાયનાન્સની બોલબાલા વધી જનાર છે. આમાં કોઇ શંકા નથી. કારણ કે હાલના સમયમાં રોકેટ ગતિથી સ્ટાર્ટ અપની બોલબાલા વધી રહી છે. લોકો રોજગારી મેળવી લેવાના બદલે રોજગાર આપવાની દિશામાં આગળ વધવા માટે ઇચ્છુક છે. આવી સ્થિતીમાં આની બોલબાલા દિન પ્રતિદિન વધી રહી છે.  માઇક્રો ફાયનાન્સ બેકિંગના એવા સેક્ટર તરીકે હોય છે જેમાં શાનદાર કેરિયર છે. સેક્ટરમાં કેરિયર બનાવવા માટે મહેનતની સાથે સાથે મજબુત ઇચ્છાશક્તિ પણ જરૂરી હોય છે. નબળા વર્ગની મદદ કરવાની ઇચ્છા ધરાવતા લોકો આમાં કુશળતા મેળવી લઇને આગળ વધી શકે છે. હાલમાં યુવતિઓ પણ બેકિંગ અને માઇક્રો ફાયનાન્સના ક્ષેત્રમાં આગળ આવી રહી છે. યોગ્ય ટ્રેનિંગ મેળવીને આવી સંસ્થાઓમાં ભાગ્ય અજમાવી શકાય છે. કેરિયર બનાવવા માટે મથામણમાં રહેલા યુવાનો આ ક્ષેત્રમાં પણ ખુજ જંગી કમાણી કરી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here