માંડવી : મોટા ભાડિયાના જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી કરાયા અંતિમ સંસ્કાર

0
18
Share
Share

પરિવાર સાથે રાજસ્થાનમાં માર્ગ અકસ્માત થતા દંપતિએ દમ તોડયો હતો

ભુજ તા. ૧૪

માંડવી તાલુકાના મોટા ભાડીયાના વતની અને ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા એક જવાન તથા તેમના પત્નીનું રાજસ્થાનમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં નિધન થયુ છે. આ દુર્ઘટનામાં તેના સાડા ચાર વરસના માસુમ પુત્રનો બચાવ થયો છે. આજે ધનતેરસના દિવસે જ ગામમાં બંનેની અંતિમયાત્રા નીકળતા ભારે શોકની લાગણી છવાઇ ગઇ હતી.

આ અંગેની મળતી વિગતો અનુસાર માંડવી તાલુકાના મોટા ભાડીયા ગામના વતની અને હાલ ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા વીરમ વાલાભાઇ ગઢવી (ઉ.વ. ૩૦) તેમના પત્ની કમશ્રીબેન અને સાડા ચાર વરસના પુત્ર હરેશ સાથે જમ્મુથી કારથી વતન તરફ આવી રહયા હતા. દિવાળીના તહેવારો કરવા આવી રહેલા આ પરીવારને રાજસ્થાનના અલવર જીલ્લાના રાજગઢ તાલુકાના લાસેડી ગામ નજીક અકસ્માત નડયો હતો. તેમની કાર અને ટ્રક વચ્ચે થયેલી ટકકરમાં કારમાં સવાર જવાન વિરમ ગઢવી અને તેમના પત્નીનું મૃત્યુ નીપજયુ હતુ. જોકે ઘટનામાં સાડા ચાર વરસના બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો. બનાવને પગલે મોટા ભાડીયા સહીત આસપાસના ગામોમાં અરેરાટી પ્રસરી ગઇ છે. આજે આ દંપતીના અંતીમ સંસ્કાર મોટા ભાડીયા ગામ ખાતે જ કરવામાં આવ્યા હતા. મોટા ભાડીયાના લશ્કરના જવાનનું રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયુ છે. ગામના હજુ ૧૯ યુવાનો ભારતીય સેનામાં વીવીધ પદો પર ફરજ બજાવી રહયા છે. જેના કારણે ગામમાં પહેલાથી જ રાષ્ટ્રભાવનાનો માહોલ પ્રબળ છે. આજે મૃતક જવાનના અંતીમ સંસ્કાર કરાયા ત્યારે સૈન્યના અધિકારીઓ પણ હાજર રહયા હતા. તેમજ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમક્રિયા કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here