માંડવી, મુંદ્રા, અબડાસા, લાઠી અને કેશોદમાં વરસાદ, રાજ્યમાં આગામી ૭૨ કલાક વરસાદની આગાહી

0
15
Share
Share

રાજકોટ, તા.૨૨

કચ્છી નવા વર્ષની પૂર્વ સંઘ્યાએ મેઘરાજાએ કચ્છ જીલ્લાના માંડવી, મુંદ્રા અને અબડાસા પંથકમાં ધોધમાર હેત વરસાવતા માંડવી તાલુકાના કેટલાક નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરનાં વિસ્તારોમાં અનેક સ્થળોએ ગોઠણ ડુબ પાણી ભરાયા હતા. રાજ્યમાં ગઈકાલથી મેઘરાજાએ પુનરાગમન કરતા વાવણી કરેલ. ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠવા પામી છે. આજે માંડવી કચ્છ ખાતે ૪।। ઈંચ (૧૧૫ મી.મી.), મુદ્રા ૨ ઈંચ (૫૩ મી.મી.), અબડાસા ૧। ઈંચ (૩૦ ઈંચ), ઉપરાંત જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ૧।। ઈંચ (૪૦ મી.મી.) અને અમરેલીના લાઠી ખાતે ૧ ઈંચ (૨૭ મી.મી.), વરસાદ નોંધાયેલ હતો.

અષાઢનાં આરંભે મેઘરાજાએ રાજ્યનાં અનેક સ્થળોએ ધમાકેદાર આગમન કરેલ છે. વાવણી કરી ચુકેલા ખેડૂતો માટે આર્શીવાદરૂપ વરસાદ ત્રાટકતા ખેડૂતોમાં ખુશીની લ્હેર જોવા મળી રહી છે. રાજ્યમાં આગામી ૭૨ કલાક દરમ્યાન અનેક સ્થળોએ દરીયાકાંઠા વિસ્તારોમાં મઘ્યમથી ભારે વરસાદ ત્રાટકવાની સંભાવનાઓ સર્જાયેલ છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે માંડવી ૧૧૨, મુંદ્રા ૫૩, અબડાસા ૩૦, કેશોદ ૪૦, લાઠી ૨૭ મી.મી. ઉપરાંત વંથલી ૧૪, માળીયા હાટીના ૧૩, માણાવદર ૧૦, માંગરોળ ૫, જૂનાગઢ ૫, ગાંધીધામ ૫, જસદણ ૯, પડધરી ૭, જામનગર ૫, જોડીયા ૨, કૃતિયાણા ૩, નખત્રાણા ૩, વેરાવળ ૨, બાબરા ૨ અને ઘોઘા ખાતે ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો અનેક તાલુકાઓનાં ગ્રામ્ય વિસ્તારોમાં અર્ધાથી ત્રણ ઈંચ જેવો વરસાદ ત્રાટકતા નદી-નાળાઓમાં પુર જેવી સ્થિતીનુ સજર્ન થવા પામેલ હતુ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here