માંડવી : કોડાય ગામેથી ૧ કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

0
16
Share
Share

ભુજ, તા.૧૫

પશ્ચિમ કચ્છ સ્પે.ઓપરેશન ગૃપે બાતમીના આધારે માંડવી તાલુકાના કોડાય ગામેથી એક યુવાનના ઘરે દરોડો પાડીને એક કિલો ગાંજો તથા રોકડ રકમ અને મોબાઈલ તેમજ સ્કુટી સહિત રૂા.૧૭,૮૫૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ બુધવારે એસઓજીની ટીમના એએસઆઈ વાછીયાભાઈ ગઢવીને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કોડાય ગામે રહેતા આરોપી મહમદઅલી આમદ શેઠીયા (ઉ.વ.૩૬) નામના યુવકના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપીને એક કિલો ગાંજો કિંમત રૂા.૧૦ હજાર તેમજ રોકડ રૂપિયા ૩૫૦ અને ૫૦૦ રૂપિયાનો મોબાઈલ તેમજ ૭ હજારની સ્કુટી સહિત રૂા.૧૭,૮૫૦ ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. આરોપી વિરૂઘ્ધ એન.ડી.પી.એસ.એકટ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં માંડવી મરીન પોલીસ ઈન્સ્પેકટર એમ.એન.ચૌહાણ, એસઓજી પીએસઆઈ આર.સી.ગોહિલ, એસઓજીના એએસઆઈ વાછીયાભાઈ ગઢવી, ઘનશ્યામસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, રજાકભાઈ સોતા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

નલીયા : ળાવમાં ન્હાવા પડેલી ચાર બાળકી ડુબી, એકનું મોત

અબડાસા તાલુકાના નલિયા ગામે આવેલા મેખાણ તળાવમાં બુધવારે બપોરે પરિવારજનો સાથે નાહવા માટે ગયેલી ચાર બાળકીઓ પૈકી એકનુ ઉંડા પાણીમાં ડુબી જવાથી સારવાર મળે તે પૂર્વે મોત નિપજ્યું હતુ.

પ્રાપ્ત વિગતો મુજબ નલિયા જુથ ગ્રામ પંચાયતના સદસ્ય જુણસ હાજી અયુબ કુંભારની ૭ વર્ષની પૌત્રી અલવિના સુલતાનભાઈ કુંભાર તેમના ઘરની સામે આવેલા તળાવમાં નાહવા ગઈ હતી. દરમિયાન મહિલા કપડા ધોઈ રહી હતી. ચાર બાળકીઓ તળાવમાં નહાવા પડી હતી. બાળકીઓ ડુબી જતા તેઓને તાત્કાલીક તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. જેમાં ત્રણ બાળકીઓનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અલવિના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ  હોવાથી તેને બહાર કાઢી નલિયા સીએચસીમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર મળે તે પૂર્વે બાતમી મૃત જાહેર કરતા બનાવ સંદર્ભે નલિયા પોલીસને જુણસ હાજી કુંભારે જાણ કરતા નલિયા પોલીસે બનાવની નોંધ લઈ મૃતક બાળકીના પીએમ માટેની તજવીજ હાથ ધરી છે.

નલીયામાં એરફોર્સનાં સાજર્ન્ટને પોતાની રિવોલ્વરમાંથી ગોળી લાગતા ગંભીર

અબડાસા તાલુકાના નલિયા એરફોર્સમાં મંગળવારે સાંજે ફરજમાં રહેલા જવાને પોતાની રાઈફલ વડે કોઈ અગમ્ય કારણોસર છાતીના ભાગે ગોળી વાગતા ગંભીર હાલતમાં પુના ખાતે એરફોર્સની હોસ્પિટલમાં લઈ જવાયા હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે પોલીસની સાથે એરફોર્સમાં પણ ચકચાર મચી છે. બંને એજન્સીઓએ પોતપોતાની રીતે તપાસ આરંભી દીધી છે.

પ્રાપ્ત વિગત મુજબ નલિયા એરફોર્સમાં ફરજ બજાવતા સાજર્ન્ટ ઓમ પ્રકાશભાઈ હરચંદભાઈ યાદવે પોલીસને આપેલી માહિતી મુજબ બનાવ મંગળવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં નલિયા એરફોર્સ અંદર બન્યો હતો. નલિયા એરફોર્સમાં ફરજ બજાવતા સચીનકુમાર નામના સાજર્ન્ટને પોતાની ફરજ દરમિયાન પોતાની રાયફલમાંથી ગોળી વાગી જતા તેને ગંભીર હાલતમાં તાત્કાલિક બાય એર પ્રથમ ભુજ જી.કે.માં લઈ આવ્યા બાદ પુના ખાતે આવેલી એરફોર્સની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યું છે. હાલ કોઠારા પોલીસે બનાવની જોગ નોંધ કરીને જવાનને ગોળી કયા સંજોગમાં વાગી છે, તેણે આપઘાત કર્યો છે કે કોઈ અન્ય કારણો સર તે સહિતની તપાસ કોઠારા પોલીસ મથકના પીએસઆઈ એચ.એચ.જાડેજા ચલાવી રહ્યા હોવાનુ પીએસઓ જયંતિભાઈએ જણાવ્યું હતુ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here