માંડવીઃ ત્રણ દીકરી અને પત્નીની હત્યા કરનારા આરોપીની કોહવાયેલી લાશ મળી

0
20
Share
Share

માંડવી,તા.૨૬

માંડવી તાલુકાના જખણિયા ગામે પત્નીને ઝેર પીવડાવી ૩ માસૂમ પુત્રીઓની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી લાપત્તા થયેલાં નરાધમ પિતા શિવજી ઊર્ફ જખુ પચાણ (સંઘાર)એ પણ આત્મહત્યા કરી લીધી લીધી છે. ઘરના મોભી પત્ની અને ત્રણ માસુમ બાળકોની હત્યા નીપજાવી આરોપીએ ગળે ફાસો ખાઈ આપધાત કરી લીધો છે. માંડવી તાલુકાના જખણીયા ગામે ઘરના મોભીએ પતિ અને તેમની ત્રણ પુત્રીની હત્યા નિપજાવી આરોપી પિતા ફરાર થઈ હતો. માંડવીના મોટા આસંબિયા ગામના સીમાડે વિગોઠી ડેમના ઓગન નજીક ગાંડા બાવળની ઝાડીમાં જખુનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

આ અંગે માંડવી પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર દોડી જઈ શબના પોસ્ટમોર્ટમ માટે મોકલી સમગ્ર મામલે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે. મૃતક શિવજી ઊર્ફે જખુએ બુધવારે ૨૧મી ઓક્ટોબરે ઘરમાં પહેલા પત્ની ઝેર પીવડાવી હત્યા કરી બાદમાં ત્રણ માસુમ દીકરીને તીક્ષ્ણ હથિયારના ધા ઝીંકી હત્યા કરી આરોપી ફરાર થઇ ગયો હતો. જખણીયા ગામે સામુહિક હત્યા બનાવ પગલે ભારે ચકચાર મચીજવા પામી હતી. પોલીસે હત્યારા ઝડપી પાડવા માટે આકાશ-પાતાળ એક કર્યાં હતા. પરંતુ તે મળતો ન હતો.

બે દીકરીઓની શારીરિક બીમારી અને આર્થિક સંકડામણથી તંગ આવી ગયેલાં જખુએ પોતાની અને પરિવારની જિંદગીને ટૂંકાવી દેવાના હેતુથી આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. હત્યાકાંડને અંજામ આપ્યા બાદ જખુએ અહીં આપઘાત કરી લીધો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આખરે હત્યાકાંડનો આરોપી આત્મહત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. આરોપી જખુએ ઝાડ સાથે લટકી આપઘાત કરી લીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here