માંગરોળ, તા.૨૮
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શીલ ગામે ગ્રામ પંચાયત ના સફાઈ કર્મચારીઓ ના પ્રાણ પ્રશ્નોને લઈ ૧૦/૧૨/૨૦૨૦ના રોજ તાલુકા વિકાસ અધીકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેકટર ને લેખિત અને મૌખિત રજુવાત કરી અલટી મેટમ આપ્યું હતું કે પંદર દિવસમાં સફાઈ કર્મચારીઓ ના પ્રશ્નનો નું નિરાકરણ આવે નહી તો ઉપવાસ આંદોલન કરવાની મંગ કરી હતી
તેમજ અને શીલ ગ્રામ પંચાયત ના ૧૨.વોર્ડ શે જેમાં પૂરતા કર્મચારિયો મુકવામાં આવે અને માસીક પગાર ૧૭૦૦ રુપિયા આપવામાં અવેશે તેમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવેલ.
માંગરોળના ખોડાદા ગામે આગેવાનો-પંચાયત દ્વારા પેજ સમિતિ પૂર્ણ કરાઇ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ખોડાદા ગામે મનિષાબહેન પાલાભાઈ ની ટીમ દ્વારા પેજ સમિતિ ની કામગીરી પૂર્ણ કરતા નાની બાળાઓ દ્વારા ફુલડે થી વધાવેલ અને.ફુલહાર અને સાલ થી સન્માન કર્યું હતું.અને ઓ. જી વિસ્તાર માં પ્રવાસ કરેલ હતો. અને ખોડાદા મુકામે પુર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવોર્ડ એનાયત અટલબિહારી બિહારી વાજપેયી જી ની સુશાસન દિવસ તરીકે.. જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી હતી અને આદિજાતિ કન્યા છાત્રાલય પ્રમુખ મનિષાબહેન પાલાભાઈ ના માધ્યમ થી ખોડાદા ગામ માં સી. આર પાટિલનાં સમથનમાં પેંજ સમિતી ૧૦૦% કામગીરી પૂર્ણ કરેલ છે અને ખોડાદા બુથ પેજ સમિતિમાં પાટિલ સાથેનુ નેતૃત્વ વધુ મજબૂત બને જે અનુસંધાને પેજસમિતમાં બહેનો પણ ૬૦ % જોડાયેલ છે તેવુ ગળચર મનિષાબહેન પાલાભાઈએ જણાવ્યું હતું.