માંગરોળ : વિદેશી દારૂની ૮૫ બોટલ ભરેલી ઇકો કાર સાથે બે ઝડપાયા

0
13
Share
Share

માંગરોળ તા. ૧૭

માંગરોળ પીએસઆઇ એન.કે.વીંઝુડા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે રાત્રીના પોણા દશના સુમારે માંગરોળ કપાસીયા નળના નાકા પાસે ઇકો મારૂતી સુુઝુકી ફોર વ્હીલ જીજે ૩ જેઆર ૮૬૪૬ ને રોકી ચેક કરતા ગાડીમાંથી ૮પ બોટલ ઇંગ્લીશ દારૂ કિંમત રૂા. ૩૪૦૦૦ સાથે બાંટવાના ભીમનાથ રોડ કચ્છી વાડનો રહીશ રબારી નાથા દાસા કોડીયાતર અને માંગરોળ શકિતનગરમાં રહેતો રબારી પરાગ ભીખા છેલાણાને હેરાફેરી કરતા દબોચી લીધા હતા તેમની પ્રાથમિક પુછપરછમાં આ માલ જુનાગઢ ગાંધીગ્રામનો રહીશ ડાયા કરમટાનો હોવાનું ખુલવા પામ્યુ હતું ત્રણેય સામે ગુનાનોની પોલીસે જુનાગઢના રસ્તા પર ડાયા કરમટાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here