માંગરોળ તાલુકાના શીલ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનોપ્રારંભ કરાવતા રાજય મંત્રી બાવળીયા

0
20
Share
Share

માંગરોળ, તા.૧૧

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શીલ વિસ્તરના ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી દિવસે વીજ પૂરવઠો આપવાની રજુઆતો કરવામાં આવતી હતી. ખેડુતોની આ માંગણીને સ્વીકારવા ગુજરાત સરકાર દ્વારા દિવસે વીજળી પુરી પાડવા કિશાન સર્વોદય યોજના અમલમાં મૂકી છે જેનાથી ખેડૂતોને દિવસે ખેતીવાડી સિંચાઈ માટે વીજ પુરવઠો મળી રહેશે અને રાતના ઉજાગરા અને ચોમાસા માં પડતી મુશ્કેલીઓથી કાયમ મુક્તિ મળશે.

જે અંતર્ગત માંગરોળ તાલુકાના શીલ ખાતે આજ રોજ રાજ્યના પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે આરંભ કરવામાં આવ્યુ.

આ યોજના અંતર્ગત માંગરોળ તાલુકા ૧૭ ગામોને લાભ મળશે

આ કાર્યક્રમમાં જૂનાગઢ લોકસભા ના સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય દેવા માલમ, આસિસ્ટન્ટ કલેક્ટર રેખાભા સરવૈયા, પીજીવીસીએલ અધિક્ષક ઈજનેર લાખાણી સાહેબ પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઈ કરમટા, સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને લોકો જોડાયા હતા.આ કાર્યક્રમમાં પૂર્વમુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલી પાઠવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here