માંગરોળમાં મોંઘવારી મામલે મામલતદારને કોંગ્રેસનું આવેદન

0
10
Share
Share

માંગરોળ, તા. ૨૫

રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલ સહિતની વસ્તુઓમાં ભાવ અંકુશમાં રાખી ગરીબ મધ્યમ વર્ગના લોકોના ખાતામાં ૧૦ હજાર રુપિયા જમા કરવા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. હાલમાં કોવિડ ૧૯ મહામારીએ ભરડો લીધો છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ જીવન નિર્વાહ કરવો ખુબજ મુશ્કેલ બન્યો છે ત્યારે સરકારે પડયા પર પાટુ મારી રાંધણ ગેસ , પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. માંગરોળ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદાર મારફતે મુખ્યમંત્રી વિજય ભાઈ રુપાણીને  આવેદનપત્રમાં પાઠવવામાં આવેલ. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ હારુન જેઠવા, પાલિકા પ્રમુખ યુસુફ સાટી, તાલુકા પંચાયત પ્રમુખ ખીમાભાઈ પરમાર, અનુસૂચિત જાતિ પ્રદેશ આગેવાન વીરેન્દ્ર મકવાણા સહિત કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here