માંગરોળમાં પ્રિમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણ, સ્ટાર ઇલેવન વિજેતા

0
27
Share
Share

માંગરોળ, તા.૩

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ટાવર મેદાન ખાતે આઈ એસ ગ્રુપ માંગરોળ દ્વારા માંગરોળ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ટુર્નામેન્ટમાં ૧૬ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.ફાઇનલ મેચ સ્ટાર ઇલેવન અને આઈ એસ ઇલેવન વચ્ચે રમાયો હતો જેમાં માંગરોળની સ્ટાર ઇલેવન વિજેતા થઇ હતી.

વિજેતા ટીમને ટ્રોફી સાથે વીસ હજાર રુપિયાનો ચેક તેમજ રનર્સ-અપ ટીમને ટ્રોફી અને દસ હજાર રુપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. આ સિવાય મેન ઓફ ધ મેચ , બેસ્ટ બેટ્‌સમેન, બેટ બોલર, સેમિફાઇનલ માં પહોંચેલી ટીમોને અને  ખેલાડીઓને પણ ટ્રોફી રોકડ પુરસ્કાર, ચાંદીના મેડલ અને ટી-શટર્ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે ક્રિકેટ આયોજકને સુંદર આયોજન બદલ એકતા ફાઉન્ડેશન દ્વારા  આઈ એસ ગ્રુપ ને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતુ.

વિજેતા તેમને નગરપાલિકા પ્રમુખ મોહમદ હુસેન ઝાલાના હસ્તે ટ્રોફી અને ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

આ તકે નગરપાલિકા પ્રમુખ મોહમદહુસેન ઝાલાએ માંગરોળના ઐતિહાસિક ટાવર મેદાનની ફરતે બેઠક વ્યવસ્થા તેમજ લાઇટિંગ વ્યવસ્થા માટે પાલીકા ના પ્રયત્ને રુપિયા ૩૫ લાખની ગ્રાન્ટ મંજુર થઈ ગઈ હોવાનું અને ટુક સમયમાં કામગીરી શરુ થવાની હોવાની જાહેરાત કરતા ક્રિકેટ રસિયાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો આ કાર્યકરનું સંચાલન વિક્રમ ગોહેલ એ કર્યું હતું..

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here