માંગરોળના શેરીયાજ બારાના જંગલ વિસ્તારમાં ભીષણ આગ

0
33
Share
Share

માંગરોળ, તા. ૨૦

માંગરોળ નજીકના વન વિસ્તારમાં આજે એકાએક આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડના ૪ ફાયર ફાઇટર દ્વારા કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. આ કામ આગળ કેમ લાગી ? તથા કેટલું નુકસાન થયું છે ? તે અંગે વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરુ થવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળ થી ૭ કિલોમીટર દૂર આવેલા વન વિભાગના જંગલમાં સેરિયાજ બારા વિસ્તારમાં આજે બપોરના બે વાગ્યાના અરસામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને આ આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. જે અંગે વન વિભાગને જાણ થતાં વન વિભાગના અધિકારીઓ સ્ટાફ સાથે દોડી ગયા હતા, પરંતુ આગને કાબૂમાં લેવી ભારે મુશ્કેલ બની ગઇ હોવાથી કેશોદ તથા માંગરોળના ફાયર બ્રિગેડને જાણ કરાતા કેશોદના બે તથા માંગરોળના બે ફાયર ફાયટરો તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લગભગ ચાર કલાકની ભારે જહેમત બાદ આગને માંડ કાબૂમાં લેવામાં આવી હતી.વન વિભાગના શેરીયાજ બારા વિસ્તારમાં આ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, અને કેટલી નુકસાની થઈ તે અંગે વન વિભાગ દ્વારા સર્વે તથા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here