માંગરોળના પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગટીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

0
17
Share
Share

માંગરોળ,તા.૧

સી.આર. પાટીલની સભામાં હાજર રહેનાર માંગરોળના પૂર્વ ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જુનાગઢના માંગરોળના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન ભગવાનજીભાઇ કરગટીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસ પહેલાં ભગવાનજીભાઇ કરગટીયાએ સી.આર. પાટીલની સભામાં હાજરી આપી હતી.

હાલ કેશોદની કોવિડ નોબેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભગવાનજીભાઇને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. હાલ તેઓને રખાયા છે. હાલ તેમના મત વિસ્તારના લોકોએ ભગવાનજીભાઇ જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here