માંગરોળઃ ૮મી વખત મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ બનતા યુસુફ પટેલ

0
8
Share
Share

સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાનોની બેઠક યોજાયેલ બેઠકમાં ફરી બિનહરીફ વરણી કરવામાં આવી

માંગરોળ, તા. ૩૦

જૂનાગઢ જિલ્લાના માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાનો ની બેઠક માંગરોળ ઘાંચી જમાતખાના હોલ ખાતે મો. અયયુબ બીચારાની અધ્યક્ષતામા મળી હતી. આ બેઠકમાં નવનિયુક્ત આગેવાનો દ્વારા સમાજના પ્રમુખપદે બિનહરીફ રીતે યુસુફભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. યુસુફભાઈ પટેલ આઠમી વખત સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ બન્યા છે. ઘાંચી જમાતના ઉપ્રમુખ પદે મો.હુસેન ઝાલા, સેક્રેટરી તરીકે હાજી હારુન કોતલ  અને જોઈન સેક્રેટરી તરીકે હાફિઝ આહમદ હાજીબાની નિમણુંક કરવામાં આવી હતી. ઘાંચી જમાતખાના હોલમાં યોજાયેલ નવનિયુક્ત આગેવાનો દ્વારા તમામ હોદ્દેદારોની નિમણુંક બિનહરીફ ૨૦૨૦ થી ૨૦૨૩ સુધી કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here