માંગરોળઃ ગેરકાયદે ૧૦૦ તલવાર સાથે ઝડપાયેલા પાંચ શખ્સો નવ દિવસનાં રિમાન્ડ પર

0
37
Share
Share

જૂનાગઢ, તા.૧૫
માંગરોળમાંથી ૧૦૦ તલવારો સાથે પોલીસે એક અંજારના તથા ૪ માંગરોળના શખ્સો મળી કુલ ૫ શખ્સોને ઘાતક હથિયારની હેરાફેરી કરતા રૂા.૧.૨૩ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા બાદ પકડાયેલ શખ્સોના કોર્ટમાંથી ૯ દિવસ રીમાન્ડ મેળવી વિશેષ પુછપરછ અને તપાસ આદરી છે.
સંવેદનશીલ એવા માંગરોળ અને સમગ્ર જીલ્લામાં અનેક તર્ક-વિતર્ક સાથે ચર્ચાસ્પદ બનેલ અને પોલીસે સતર્કતા દર્શાવી સમયસર પહોંચી જઈ ૧૦૦ જેટલી તલવારો સાથે પકડી પાડેલ ૫ શખ્સો અંગે આજે જુનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સીંઘે પત્રકારોને આપેલ વિગતો મુજબ માંગરોળ પોલીસને બાતમી મળેલ હતી કે, માંગરોળની કેશોદ ચોકડી પાસે બે મોટર સાયકલ ઉપર ઘાતક હથીયારોની હેરાફેરી થઈ છે.
આ બાતમી મળતાં માંગરોળ પીએસઆઈ આર.આર.ચૌહાણ તથા સ્ટાફે માંગરોળની ફિરદોસ નર્સનરી પાસે વોચ ગોઠવી ઉભા હતાં ત્યારે બે ડબલ સવારી મોટર સાયકલ રોકી તેની તલાસી લેતાં સણનાં કોથળામાંથી ગેરકાયદેસર હથીયાર તલવારોને મોટશ પ્રમાણમાં જથ્થો જણાતાં હથીયારો અંગે પુછતાં ખોટી રસીદો બતાવ્યા બાદ પકડાયેલ તલવારો અંજારના ઈરફાને મોકલાવેલ હોવાનું તથા માંગરોળ પોલીસે ક્ષણ ભરના વિલંબ વગર શંકાસ્પદ ગેરકાયદેસર હથીયાર એવી ૧૦૦ તલવારો, બે મોટરસાયકલ અને ૩ મોબાઈલ કુલ રૂા.૧.૨૩ લાખના મુદ્દામાલ સાથે શૌયેબ હાસમભાઈ આનદભાઈ ગીરનારી (ઉ.વ.૩૫) યાકુબ હાસનભાઈ બુમડીયા(ઉ.વ.૩૫) તથા હસન ઉર્ફે લાડ અબ્દુલભાઈ વાજા (ઉ.વ.૪૩)ની અટક કરી હતી.
આ અંગે માંગરોળ પીએસઆઈ આર.આર.ચૌહાણે જાતે ફરીયાદી બની પકડાયેલ પાંચેય આરોપીઓ સામે પૂર્વ આયોજીત કાવતરૂ રચી, ખોટી રસીદ બનાવી, ગેરકાયદેસર હથીયારો રાખવાનો ગુનો દાખલ કરી કોર્ટમાં રજુ કરી ૯ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.
જીલ્લા પોલીસ વડા સૌરભ સીંઘના જણાવ્યા અનુસાર હાલમાં આ કેસની તપાસ એસ.ઓ.જી.ને સોંપવામાં આવેલ છે. તથા પકડાયેલ આરોપીઓએ આટલી જંગી જથ્થામાં આ હથીયારોમાં શા માટે મંગાવ્યા હતાં ? તે સહિત અનેક પાસાઓએ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. તથા અંજારથી હથીયારો મોકલનાર શખ્સને પકડી પાડવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સાથોસાથ આ ઘટના પ્રકાશમાં આવતી અનેક તર્ક-વિતર્ક સાથે ખોટા મેસેજ સોશિયલ મીડીયા મારફતે વહેતાં થયા છે. અને આવી પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ વતી અનુરોધ કરાયો છે. અને જો ઘટના અંગે ખોટા મેસેજ વાયરલ કરી, કાયદો વ્યવસ્થા ડહોળવાનો કોઈ શખ્સ દ્વારા પ્રયત્ન થશે તો તેમની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here