મહેસાણામાં ભાજપના ઉમેદવાર ઓડિયો ક્લીપ વાયરલ થતા ખળભળાટ

0
18
Share
Share

મહેસાણા,તા.૨૨
રાજ્યમાં ૬ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે ટૂંક સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓનું મતદાન થનાર છે, ત્યારે બન્ને પાર્ટીઓના નેતાઓમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. મહેસાણામાં ભાજપના ઉમેદવારની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મહેસાણામાં જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારનો કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે, જેમાં વિજાપુરના રાજુ પટેલે કોંગ્રેસના જયેશ પરમારને ધમકી આપી છે. તમને જણાવીએ કે જયેશ પરમાર તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર છે.
ત્યારે વિજાપુરના રાજુ પટેલે જયેશ પરમારને ધમકી આપી હતી કે ઘર બચાવવું હોય તો બેનર ઉતારી લેવાની ધમકી આપી છે. સોશિયલ મીડિયામાં કથિત ઓડિયો ક્લીપ વાયરલ થતાં રાજનીતિ ગરમાઈ ગઈ છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે ભાજપના જિલ્લા પંચાયતનાં ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને ધમકી આપતા રાજનીતિ ગરમાઈ ગઈ છે. હાલ બન્ને પાર્ટીઓના ઉમેદવારો વચ્ચેનો ધમકી આપતો વીડિયો વાયરલ થતા ચારેબાજુ ચર્ચાનો દોર શરૂ થયો છે.
૩૩ સંઘપુર જિલ્લા ભાજપના ઉમેદવારે ટેલિફોનીક ધમકી આપી છે. જેમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર જયેશ પરમારને ‘તારે તારુ ઘર બચાવવું હોય તો બેનરો ઉતારી લેવા’પ વિજાપુર તાલુકાના હિરપુરા ગામના જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર રાજુભાઈ શંકરભાઈ પટેલ દ્વારા તેમના જ ગામમાં રહેતા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર જયેશભાઈ નટુભાઇ પરમારને ખુલ્લી ધમકી આપવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here