મહિલા ગામડાની હોવાથી પતિએ ડિવોર્સની માગણી કરી

0
25
Share
Share

અમદાવાદ,તા.૧૫
તું તો ગામડાની અભણ કહેવાય, અમે સુખ સંપત્તિ વાળા માણસો હોય અમારા ઘરે તું શોભે નહી. પતિના વારંવાર આવા શબ્દો અને દહેજ માટે સાસરિયાના ત્રાસથી કંટાળીને એક મહિલા સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. સોલામાં રહેતી મહિલાના લગ્ન વર્ષ ૨૦૧૬માં ભરૂચ થાય હતા. જોંકે લગ્ન બાદ બીજા જ દિવસથી તેના સાસુ સસરા કહેવા લાગ્યા હતા કે તારા પિતાએ લગ્નમાં દહેજ ઓછુ આપ્યું છે. સાડી ઓ પણ સિલ્કની લીધી નથી સસ્તી લીધી છે. દાગીના પણ હલકા આપેલા છે. તેમ કહી ને ત્રાસ આપ્યા હતા . જ્યારે તેના પતિ તું તો ગામડાની છે તેમ કહી ને તેની સાથે મારઝૂડ કરતાં હતાં. મહિલાએ તેના પતિને નાકની સર્જરી કરાવી આપવાનું કહેતા તેના પતિએ કહેલ કે તું તારા બાપ ને ત્યાં જઈ ને સર્જરી કરાવી લેજે હું તો જર્મની જવાનો છું. તેમ કહી મહિલાને સાસુ સસરા પાસે મૂકી તેઓ વિદેશ ગયા હતા. વિદેશથી પરત ફર્યા બાદ પતિ પત્ની પુના રહેવા માટે ગયા હતા. જ્યાં મહિલાના પતિએ એક કરોડનું મકાન લેતા મહિલાને પિયરમાંથી રૂપિયા ૩૫ લાખ લઇ આવવા માટે દબાણ કરતા હતા. મહિલાનો પતિ તેને ઘરખર્ચ માટે રૂપિયા ના આપતો હોવાથી મહિલાએ નોકરી શરૂ કરી હતી. પરંતુ તેના પતિએ તેના પર શંકા વહેમ રાખીને નોકરી છોડાવી દીધી હતી. અને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. એટલું જ નહી તેના પતિ એ તેને ફોન પર ધમકી આપી હતી કે હવે તું પરત આવતી નહી, હું તને રાખવાનો નથી મને ડિવોર્સ આપી દે, નહી તો હું મૈત્રી કરાર કરી બીજી ને રાખીશ, હું તને દોઢ લાખ આપીશ. તું ડાયવોર્સ પેપર પર સહી કરી દેજે. આમ વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા મહિલા એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here