મહિલા કંડકટરે નિર્વસ્ત્ર થઇ ધરણા પ્રદર્શનની ચીમકી આપી

0
23
Share
Share

વલસાડ,તા.૨૧
વલસાડની એસટી વિભાગીય કચેરી પર એક મહિલા કંડકટરે નિર્વસ્ત્ર થઇ અને ધરણા પ્રદર્શનની ચીમકી આપતા એસટી વિભાગની સાથે પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. આજે આખો દિવસ વિભાગીય કચેરી પર પોલીસનો પહેરો ગોઠવવી દેવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે વલસાડ એસટી વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી બીલીમોરા બસ ડેપોમાં મહિલા કંડકટર તરીકે ફરજ બજાવતી એક મહિલા કંડકટર કર્મચારીએ વલસાડમાં આવેલી એસટી વિભાગની વિભાગીય કચેરીમાં એક ફરિયાદ કરી હતી. જે ફરિયાદમાં તેઓએ બીલીમોરા ડેપોમાં ફરજ બજાવતા એક કંડક્ટરે તેમને ગંભીર ધમકીઓ આપી હોવાના આક્ષેપ કર્યા હતા અને આરોપી કંડકટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ કરી હતી. આમ પોતાના સાથી કર્મચારી અંગે બીલીમોરાની મહિલા કંડકટરે તેમની ફરિયાદ વલસાડ એસ ટી ડિવિઝનની કચેરીમાં કરી હતી. જોકે સમય વીત્યા બાદ પણ ફરિયાદી મહિલા કંડકટરના આક્ષેપો અંગે કોઈ તપાસ કે ફરિયાદ બાદ પણ આરોપી કંડકટર વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતા આખરે તેણે કંટાળી વલસાડ એસ.ટી વિભાગની વિભાગીય કચેરી પર આજે નિર્વસ્ત્ર થઇ અને ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. એક મહિલા કંડક્ટરની નિર્વસ્ત્ર થઇ અને ધરણાં પ્રદર્શન કરવાની ચીમકીને કારણે વલસાડ એસટી વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. મામલો ગંભીર હોવાથી અને એક મહિલા કર્મચારીએ નિર્વસ્ત્ર થઇ પોતાનો અવાજ રજૂ કરવા નિર્વસ્ત્ર હાલતમાં ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારતા એસ ટી વિભાગ દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આથી પોલીસે પણ સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઇ આજે દિવસભર વલસાડ એસ ટી વિભાગીય કચેરી પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બંદોબસ્ત સાથે જરૂરી કાર્યવાહીના ભાાગ રૂપે પોલીસ વિભાગ એક્શનમાં આવીને ફરિયાદી મહિલા કંડકટરને બીલીમોરાથી જ ડિટેઈન કરી લેવામાં આવ્યા હતા. સલામતીના ભાગરૂપે દિવસભર વલસાડ એસ ટી ડિવિઝનની કચેરી પર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો હતો. વલસાડ એસટી વિભાગના જવાબદાર અધિકારીઓએ આ બાબતે અંગે મહિલા કર્મચારીની ફરિયાદ મળી હોવાનો સ્વીકાર કર્યા છે. પરંતુ ફરિયાદ વખતે ફરિયાદી મહિલા કંડકટરે કોઈ આધાર પુરાવા રજુ કર્યા ના હોવાથી આ બાબતે આરોપી એસટી કર્મચારી વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવી હોવાનું અધિકારીઓ રટણ કરી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here