મહિલાને પ્રેમ-ઇન્કારનો અધિકાર છે

0
18
Share
Share

કોઇ મહિલા પર પ્રેમ કરવા માટે દબાણ લાવી શકાય નહીં કારણ કે…
સુપ્રીમ કોર્ટે કેટલાક એવા ચુકાદા પણ આપ્યા છે જેમને લાગુ કરવાની તાકીદની જરૂર છે : જેમાં પોલીસ સુધારા પણ સામેલ છે
દેશમાં કેટલીક વખત જરૂરી કામ પણ પાછળ રહી જાય છે. સુપ્રીમ કોર્ટે એકબાજુ કેટલાક એવા ફેંસલા આપ્યા છે જેના કારણે દેશમાં મોટા ફેરફાર સમાજમાં થનાર છે. દેશના લોકો આ ચુકાદાના કારણે પશ્ચિમી સંસ્કૃતિને અપનાવવાની દિશામાં આગળ વધશે અને જેના કારણે દુષણ પણ વધી શકે છે. બીજ બાજુ સુપ્રીમ કોર્ટે કેટલાક એવા ચુકાદા પણ આવ્યા છે જેના કારણે જો આગળ વધવામાં આવે તો ફાયદો થઇ શકે છે. જે ચુકાદા આપવામાં આવ્યા છે અને લાગુ કરવામાં આવ્યા નથી તેવા ચુકાદાની વાત કરવામાં આવે તો તેમાં એક ચુકાદો મહિલાઓને પ્રેમ અને ઇન્કારના અધિકાર સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટે હાલમાં ચુકાદો આપતા કહ્યુ હતુ કે કોઇ પણ વ્યક્તિ કોઇ મહિલા પર પ્રેમ માટે દબાણ લાગી શકે નહીં. મહિલાને ઇન્કાર કરવાનો પણ પૂર્ણ અધિકાર છે. મહિલાઓને પણ જીવનના તમામ મુળભુત અધિકારો મળેલા છે. તે ગુલામ નથી. આ દિશામાં ફેરફાર માટે જાગરૂકતા અને શિક્ષણના સ્તરને વધારી દેવાની જરૂર છે. અન્ય એક ચુકાદો શિક્ષણના અધિકાર સાથે સંબંધિત છે. દુલાઇ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના શિક્ષા મિત્ર મામલામાં ચુકાદો આપતા કહ્યુ હતુ કે શિક્ષણના અધિકારનો અર્થ ગુણવત્તાવાળુ શિક્ષણ આપવા સાથે સંબંધિત છે. સમગ્ર દેશમાં આ ચુકાદાને ઇમાનદારીથી લાગુ કરવાની જરૂર છે. કારણ કે હાલમાં પણ દેશમાં મોટી સંખ્યામાં બાળકો ગુણવત્તાવાળા શિક્ષણથી વંચિત રહ્યા છે. શિક્ષણ કોઇ ઔપચારિકતા પૂર્ણ કરવાની બાબત નથી.ત્રિપલ તલાકના મુદ્દા ઉપર સુનાવણી કરતી વેળા નવ જજની બંધારણીય બેંચે ૨૪મી ઓગષ્ટ ૨૦૧૭ના દિવસે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ પ્રિવેસીના સંદર્ભમાં પણ ઐતિહાસિક ચુકાદો આપીને ફરી એકવાર નવી ચર્ચા જગાવી હતી. સાથે સાથે આધાર કાર્ડને લઇને પણ લોકોમાં ચર્ચાનો દોર શરૂ થઇ ગયો હતો. અંગતતા હવે મૂળભૂત અધિકાર તરીકે છે તેવી વાત સુપ્રીમ કોર્ટે કરી હતી. એક ખુબ જ મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અંગતતાના અધિકાર અથવા તો રાઇટ ટુ પ્રિવેસીને મૂળભૂત અધિકાર એટલે કે ફન્ડામેન્ટલ રાઇટના હિસ્સા તરીકે ગણાવીને એક દાખલો બેસાડ્યો હતો. સુપ્રીમ કોર્ટે એ વખતે કહ્યુ હતુ કે સ્વતંત્રતા અને જીવનના અધિકારના હિસ્સા તરીકે જ અંગતાના અધિકાર છે. અમારા દેશમાં પરિચય પત્રોનો દુરુપયોગ થઇ રહ્યો છે. સોશિયલ મિડિયા પર લોકોની અંગત સુચનાનો દુરુપયોગ થઇ રહ્યો છે. તેને રોકવાની સરકારની જવાબદારી છે. એકબીજાની અંગતાનુ સન્માન થવુ જોઇએ. વર્ષ ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટે એતિહાસિક ચુકાદો આપ્યો હતો. પોલીસ સુધારા સાથે સંબંધિત આ સુધારો આવ્યો હતો. ત્યારબાદ આદર્શ પોલીસ બિલ પણ તૈયાર કરવામાં આવ્યુ હતુ. જો કે પોલીસ સુધારાની દિશામાં પુરતુ કામ થયુ નથી. ૨૫મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે કલંકિત નેતાઓ અને ગંભીર અપરાધિક મામલાના આરોપીઓને ચૂંટણી લડવાથી રોકવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે તેનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપા કહ્યું હતું કે, કલંકિત નેતાઓના ચૂંટણી લડવા પર તે પ્રતિબંધ મુકી શકે નહીં. કાનૂન બનાવવાનું કામ સંસદનું છે. સંસદ જ આના ઉપર પ્રતિબંધ મુકી શકે છે. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું છે કે, ઉમેદવારોને પોતાના ઉપર રહેલા અપરાધિક કેસોના સંદર્ભમાં માહિતી આપવી પડશે. સાથે સાથે સંબંધિત રાજકીય પક્ષોને પણ ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના સંદર્ભમાં તેમના બેકગ્રાઉન્ડ અંગે ઇન્ટરનેટ અને મિડિયા ઉપર માહિતી આપવી પડશે.૨૬મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે દિવસે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતા જેમાં એસસી-એસટીને પ્રમોશનમાં અનામતને લઇને સુપ્રીમ કોર્ટે તેનો મહત્વપૂર્ણ ચુકાદો આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સીધી રીતે પ્રમોશનમાં અનામતને ન ફગાવતા કાયદાકીય નિષ્ણાંતોમાં ચર્ચા જોવા મળી રહી છે. આ જટિલ અને સંવેદનશીલ મામલાને રાજ્યો પર છોડી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના દુરગામી ચુકાદાને અમલી કરવામાં આવે તો દેશમાં ખુશાલી આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here