મહિલાઓના ખાતામાં ત્રણ લાખ જમા કરવાનો ફેક દાવો

0
15
Share
Share

પ્રધાનમંત્રી ક્રેડિટ યોજના હેઠળ મહિલાઓના ખાતામાં કેન્દ્ર પૈસા જમા કરાવતી હોવાના સમાચાર વહેતા થયા

નવી દિલ્હી, તા. ૨૦

યુટ્યુબ પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર ‘પ્રધાનમંત્રી ક્રેડિટ યોજના’ હેઠળ મહિલાઓના ખાતામાં ૩ લાખ રૂપિયા જમા કરે છે. જ્યારે આ સમાચારની તપાસ કરવામાં આવી ત્યારે તે સંપૂર્ણ નકલી હોવાનું બહાર આવ્યું. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા અને છેતરપિંડી કરવા માટે આવા અનેક સમાચારો દિવસે દિવસે વાયરલ થઈ રહ્યા છે, કેન્દ્ર સરકાર સતત તેનાથી બચવા માટે લોકોને જાગૃત કરી રહી છે.

આ સમાચારમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે ‘વડા પ્રધાન ક્રેડિટ યોજના’ અંતર્ગત કેન્દ્ર સરકાર તમામ મહિલાઓના ખાતામાં ત્રણ લાખ રૂપિયાની રકમ આપી રહી છે. ભારત સરકારના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેકએ સ્પષ્ટ કહ્યું છે કે આ સમાચાર નકલી છે. ભારત સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી.

એક યુટ્યુબ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર ‘વડા પ્રધાન ક્રેડિટ યોજના’ હેઠળ તમામ મહિલાઓના ખાતામાં ૩ લાખની રોકડ રકમ આપી રહી છે. પીઆઈબી ફેક્ટ ચેકઃ આ દાવો નકલી છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.

અગાઉ પણ અન્ય એક યુટ્યુબ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા ‘વડા પ્રધાન મહિલા સન્માન યોજના’ અંતર્ગત તમામ મહિલાઓને દર મહિને ૨૦૦૦ રૂપિયા  આપવામાં આવે છે. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા ટ્‌વીટ કરીને સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here