મહિકા ગામે પત્નિ રીસામણે જતા પતિનો ફાંસો ખાઈ આપઘાત

0
24
Share
Share

રાજકોટ, તા.૧૪

રાજકોટના મહિકા ગામમાં રિસામણે ગયેલી પત્નીના વિરહમાં પતિએ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

પ્રાપ્ત વિગત મુજબ મહિકા ગામમાં રહેતા કલરકામ કરતા હિતેશ ભગવાનભાઈ ચાવડા (ઉ.વ.૨૫)ની પત્નિએ દોઢ વર્ષ પહેલા બે સંતાનોને લઈ રિસામણે ચાલી ગઈ હતી. ત્યારથી એકલવાયુ જીવન જીવતા યુવાને કંટાળી જઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. આજીડેમ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here