મહારાષ્ટ્ર સરકારે અનલોક ૫ અંતર્ગત નવા દિશા નિર્દેશો કર્યા જાહેર

0
21
Share
Share

મંદિર અને સ્કૂલો પર પ્રતિબંધ યથાવત, મેટ્રો અને લાઈબ્રેરી પરથી હટી પાબંદી

મુંબઈ,તા.૧૪

કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આજે બુધવારે અનલોક ૫ અંતર્ગત નવા દિશા નિર્દેશો જાહર કર્યા છે. જો કે આ નવી ગાઇડલાઇનમાં પણ મંદિરો અને શાળાઓને ખોલવાની મંજૂરી મળી નથી. આ નવા દિશા નિર્દેશો પ્રમાણે આવતી કાલ એટલે ૧૫ ઓક્ટોબરથી મેટ્રો સેવા શરુ કરવામાં આવશે. તો સરકારી અને પ્રાઇવેટ લાઇબ્રેરી ખોલવાની પણ મંજૂરી મળી છે.

મહારાષ્ટ્ર સરકારે જે નવી ગાઇડલાઇન જાહેર કરી છે તેમાં મંદિરો, થિએટર અને ધાર્મિક સ્થળોને કોઇ છૂટ આપવામાં આવી નહિ. દેશના અન્ય રાજ્યોમાં કડક દિશા નિર્દેશો સાથે સિનેમા હોલ ખોલવાની મંજૂરી મળી છે, પરંતુ મહારાષ્ટ્રમાં હજુ સુધી થિયેટર ઉપર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ ઉપરનો પ્રતિબંધ પણ યથાવત છે. જો કે શિક્ષકો ૫૦ ટકા સંખ્યામાં શાળાએ જઇ શકશે.

આ નવી ગાઇડલાઇનમાં સૌથી મહતત્વનો નિર્ણય મેટ્રો સેવાને લઇને કરવામાં આવ્યો છે. રાજ્યમાં મેટ્રો સેવાને ૧૫ ઓક્ટોબરથી ફરી શરુ કરવામાં આવશે. આ માટના દિશા નિર્દેશો અલગથી જાહેર કરવામાં આવશે. સરકારે સાથે જ સ્થાનિક સાપ્તાહિક બજાર ખોલવાની મંજૂરી પણ આપી છે. આ બજારો પણ આવતી કાલથી જ ખુલશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મંદિરો અને ધાર્મિક સ્થળો ખોલવાને લઇને રાજકિય સંગ્રામ શરુ થયો છે. આ અંગે માહારાષ્ટ્રના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે પત્રના માધ્યમથી આરોપ પ્રત્યારોપ પણ થયા છે. આ મુદ્દો છેક હિન્દુત્વ અને ધર્મનિરપેક્ષતા સુધી પહોંચી ગયો છે. શરદ પવારે આ અંગે વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે. ત્યારે આ નવી ગાઇડલાઇનમાં પણ મંદિરો ખોલવાને મંજૂરી મળી નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here