મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ સુપ્રિમ કોર્ટે ફગાવી

0
10
Share
Share

કહ્યું- અભિનેતાના મોતનો અર્થ એ નથી કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ

ન્યુ દિલ્હી/મુંબઈ,તા.૧૬

મહારાષ્ટ્રમાં જારી રહેલા રાજનીતિક જંગથી અલગ શુક્રવારે સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરાઈ હતી. જેમાં અરજીકર્તાએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની માગ કરી, આ અરજીને સુપ્રિમ કોર્ટે સાંભળવાથી ઈનકાર કરી દીધો. ચીફ જસ્ટિસે આ મામલે કહ્યું કે જો એવી કોઈ માગ કરવી હોય તો રાષ્ટ્રપતિ પાસે જાઓ. સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મોત, કંગના રાનાઉતની ઓફિસમાં તોડફોડ અને શિવ સૈનિકો દ્વારા ભૂતપૂર્વ નૌસેના અધિકારી પર કરવામાં આવેલા હુમલાને ટાંકવામાં આવ્યા છે. અરજદારે કહ્યું કે મહારાષ્ટ્રમાં રાજ્યની મશીનરી નિષ્ફળ ગઈ છે.

તે જ સમયે, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શાસક પક્ષો આરોપીઓને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબેડેએ ટિપ્પણી કરી છે કે અભિનેતાના મોતનો અર્થ એ નથી કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે, તમે જે દાખલા આપ્યા છે તે બધા મુંબઈના છે. તમને જણાવી દઈએ કે આ મુદ્દાઓને લઈને મહારાષ્ટ્રમાં સતત મહારાષ્ટ્ર સરકારને નિશાન બનાવવામાં આવી રહી છે. રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકાર પર કાયદો અને વ્યવસ્થાના મુદ્દે નિશાન સાધવામાં આવી રહ્યા છે.

આ અગાઉ પણ રાજકીય પક્ષો અને કંગના રનૌતે સુશાંત કેસમાં ઉદ્ધવ સરકાર પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં સુશાંતના પરિવારની અરજી પર સુપ્રીમ કોર્ટે સુશાંતના કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. આ સિવાય કંગના રનૌતની ઓફિસને તોડી નાખવાના મામલે બોમ્બે હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. આ સિવાય મહારાષ્ટ્રમાં સતત રાજકીય લડાઇ ચાલી રહી છે. ભૂતકાળમાં રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવાની વાત કરવામાં આવી હતી. જો કે, અનલોક ૫ માટે રાજ્ય સરકારે જારી કરેલી નવી ગાઈડલાઈનમાં મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here