મહારાષ્ટ્રમાં નિર્ભયા-૨ ચાલુ બસમાં ક્લિનરે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

0
10
Share
Share

મુંબઇ,તા.૧૨

મહારાષ્ટ્રમાં દિલ્હીની નિર્ભયા રેપ જેવી ઘટનાથી હડકંપ મચી ગયો છે. નાગપુરથી લક્ઝરી બસમાં નિકળેલી ૨૧ વર્ષની યુવતી પર ચાલુ બસમાં બે વખત રેપ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે પીડિતાની ફરિયાદને આધારે બસના ક્લીનરની ધરપકડ કરવા કડક તપાસ હાથ ધરી છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગુડવિલ ટ્રાવેલ્સની બસમાં તે નાગપુર તરફ જઈ રહી હતી ત્યારે ક્લીનરે તેને સીટ નં. ૫ ઉપરથી ખસીને સીટ નં. ૧૫ પર જવા જણાવ્યું હતું. ક્લીનરે યુવતીને મારી નાંખવાની તેમજ બસમાંથી ફેંકી દેવાની ધમકી આપતા તેના પર બે વખત બળાત્કાર ગુજાર્યો હતો.

મહિલાએ પુણેના રજનાગાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જો કે આ ઘટના વાશિમ જિલ્લામાં બની હોવાથી પુણે પોલીસે વાશિમ સ્થિત માલેગાણ પોલીસને ફરિયાદ ટ્રાન્સ્ફર કરી હતી. માલેગાવ પોલીસે પુણેથી બસ જપ્ત કરી લીધી છે અને આરોપી ક્લીનરને ઝડપવા એક ટીમ નાગપુર મોકલી કડક તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here