મહારાષ્ટ્રના પાલઘર બાદ હવે ઔરંગાબાદમાં એક સાધુ પર ચાકુ વડે હુમલો

0
22
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૩

મહારાષ્ટ્રમાં વધુ એક સાધુ પર ચાકુ વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે.આ બનાવ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બન્યો છે. મળતી વિગતો પ્રમાણે ઓરંગાબાદ જિલ્લાની એક પહાડી પર પ્રિયાશરણ મહારાજનો આશ્રમ છે.મંગળવારની રાતે સાત થી આઠ લોકો આશ્રમમાં ઘુસી ગયા હતા અને પ્રિયાશરણ મહારાજ પર ચાકુ વડે હુમલો કર્યો હતો.

જેમાં તેમને હાથ પર ઈજા થઈ હતી.હાલમાં તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાંઆવ્યા છે.પોલીસે આ મામલાની તપાસ શરુ કરી દીધી છે.આ હુમલા પાછળનુ કારણ જમીન વિવાદ હોવાનુ મનાઈ રહ્યુ છે.થોડા દિવસ પહેલા કેટલાક લોકો સાથે પ્રિયાશરણ મહારાજનો ઝઘડો પણ થયો હતો.

મહારાજ પર ચાકુ વડે હુમલો કરાયો હતો અને આ દરમિયાન કોઈ વસ્તુની લૂંટફાટ થઈ નહોતી.પોલીસ હવે તપાસ કરી રહી છે કે, હુમલો કરવા પાછળનુ અસલી કારણ શું છે. મહારાષ્ટ્રમાં પાલઘરમાં થોડા મહિના પહેલા બે સાધુઓનુ ટોળા દ્વારા મોબ લિન્ચિંગ કરવામાં આવ્યુ હતુ.આ મામલામાં પોલીસની ભૂમિકા વિવાદાસ્પદ રહી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here