મહામારીનો ખરાબ સમય આવવાનો હજી બાકી છેઃ WHO ની ચેતવણી

0
11
Share
Share

જિનિવા,તા.૩૦

દુનિયાભરમાં ૧ કરોડથી વધુ લોકોને પોતાનો શિકાર બનાવનાર કોરોના વાયરસની ઉત્પત્તિ સંબંધિત તપાસ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ટૂંક સમયમાં જ પોતાની એક ટીમ ચીન મોકલશે. જો કે હજુ સુધી એક ખબર પડી શકી નથી કે આ ટીમમાં કોણ-કોણ સામેલ થશે અને આ તપાસનો હેતુ શું હશે. ચીનથી શરૂ થયેલા કોરોનાની ઉત્પત્તિ સંબંધિત તપાસની અત્યાર સુધી ના પાડતું આવ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું માનવું છે કે કોરોના વાયરસનો કપરો કાળ હજુ આવ્યો નથી અને તે આવવાનો બાકી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક્સપર્ટે કહ્યું કે, કોરોના વાયરસનો ખરાબ સમય આવવાનો હજુ બાકી છે અને કેસોનો પણ વિસ્ફોટ થશે.

વુના એક્સપર્ટ માઇકલ રેયાને જણાવ્યું, કોરોના વાયરસને હરાવવા આપણે સાથે મળીને કામ કરવું પડશે. ભલે કેટલાક દેશોમાં કોરોના વાયરસની ગતિ ધીમી પડી હયો પરંતુ વિશ્વ સ્તરે તેની અસર વધી ગઈ છે. જેમ-જેમ ઘણા દેશો પોતાની અર્થવ્યવસ્થાને ખોલી રહ્યા છે તેમ ત્યાં ફરીથી વાયરસની અસર જોવા મળી રહી છે.

તેમણે કહ્યું, મહામારીની અસર ભારતના વિવિધ ભાગોમાં અલગ અલગ છે અને શહેરી તથા ગ્રામીણ સેટિંગ વચ્ચે બદલાય છે. દક્ષિણ એશિયામાં ફક્ત ભારતમાં જ નહીં, બાંગ્લાદેશ, પાકિસ્તાન સહિત સાઉથ એશિયાના અન્ય દેશોમાં ગીચ વસ્તી ધરાવતાં દેશોમાં રોગ હજુ વકર્યો નથી પરંતુ હંમેશા એવું થવાનું જોખમ રહેલું છે.

કોરોના વાયરસના પ્રસારને લઇ દુનિયા આખી ભયંકર રીતે તેમાં ફસાઇ છે ત્યારે ચીને દબાણમાં આવીને ભલે તપાસ ટીમને આવવાની મંજૂરી આપી દીધી હોય. પરંતુ એ જોવાનું બાકી રહેશે કે સું ચીનમાં આ તપાસ ટીમને જિનપિંગ પ્રશાસનનો પૂરો સહયોગ મળે છે કે નહીંય વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન શરૂઆતથી જ કહેતું રહ્યું છે કે ચીન તેની તપાસ ટીમને બોલાવે જેથી કરીને એ ખબર પડી શકે કે આ વાયરસનો એનિમલ સોર્સય છે કે નહીં.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here