મહામારીના સમયમાં કંપનીઓએ ભારતીય દર્શકો માટે કન્ટેન્ટ પાછળ ૩૮૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા

0
23
Share
Share

મુંબઈ,તા.૨૮

ક્રિસમસના દિવસે એમેઝોન પ્રાઈમ પર ફિલ્મ ’કુલી નંબર ૧’ સ્ટ્રીમ થઈ હતી. મહામારીના સમયમાં થિયેટર બંધ હોવાથી અંદાજે ૧૮ હજાર કરોડ રૂપિયાની હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર જવાનું નક્કી કર્યું છે. રિસર્ચ ફર્મ ફોરેસ્ટના મતે, આ વર્ષે ૨૮ બિગ સ્ટાર્સની ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. ગયા વર્ષે એક પણ ફિલ્મ રિલીઝ થઈ નહોતી. સ્ટ્રીમિંગની વધતી જરૂરિયાતાને ધ્યાનમાં રાખીને નેટફ્લિક્સ, એમેઝોન તથા હોટસ્ટાર જેવી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે. ફોરેસ્ટરના મતે, ૨૦૨૦માં આ કંપનીઓએ ભારતીય દર્શકોના કન્ટેન્ટ પાછળ અંદાજે ૩૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

૨૦૧૯માં ૭૦૦ કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. નેટફ્લિક્સે કહ્યું હતું કે તેણે ભારતમાં છેલ્લાં બે વર્ષમાં ૫૦ ફિલ્મ તથા શોના પ્રોડક્શન પાછળ ૨૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેમાં ૩૪ હિંદી ફિલ્મ સામેલ છે. ડિઝ્‌ની પ્લસ લૉકડાઉન દરમિયાન એપ્રિલમાં હોટસ્ટારમાં મર્જ થઈ ગયું અને એક નવી શરૂઆત કરી. જોકે, બોલિવૂડમાં જેટલી ફિલ્મ બને છે, તેની તુલનાએ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થનારી ફિલ્મની સંખ્યા હજી પણ ઘણી જ ઓછી છે. અર્નેસ્ટ યંગના એક રિપોર્ટ પ્રમાણે, ગયા વર્ષે બોલિવૂડમાં ૧૮૦૦ એટલે કે અઠવાડિયે ૩૫ ફિલ્મ બની હતી.

સ્થાનિક થિયેટરમાં આ ફિલ્મ રિલીઝ થવાથી અંદાજે ૧૧ હજાર કરોડની કમાણી થઈ હતી. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આવક લાંબા સમયથી થિયેટર રિલીઝ પર જ નિર્ભર રહે છે. ગ્લોબલ નેટવર્ક ફર્મ દ્ભઁસ્ય્ના મતે, મહામારી દરમિયાન થિયેટર બંધ હોવાને કારણે આવકમાં ૭૫ ટકાનો ઘટાડો થયો છે. ઓક્ટોબરમાં થિયેટર ખુલ્યા બાદ પણ કોઈ રાહત મળતી નથી. નવી ફિલ્મ રિલીઝ ના થતી હોવાને કારણે દેશની સૌથી મોટી મલ્ટીપ્લેક્સ ચેન ઁફઇને સપ્ટેમ્બરમાં પૂરા થતાં ત્રિમાસિકમાં ૧૮૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આવી પરિસ્થિતિમાં બોલિવૂડ માટે સ્ટ્રીમિંગ સર્વિસ એક મોટો વિકલ્પ બન્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here