મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝની કાલે જન્મજયંતિ

0
67
Share
Share

પૂર્વ બંગાળ (હાલ બાંગલાદેશ) માં ડેપ્યુટી કલેક્ટર શ્રીટ ભગવાનદાસ બોઝને ઘેર તેજસ્વી પુત્ર જગદીશનો જન્મ થયેલ. ઉચ્ચ શિક્ષણ લંડનમાં મેળવી ૧૮૮૫ માં ભારત પરત આવી કલક્તા પ્રેસિડેન્સી કોલેજમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. અંગ્રેજ પ્રધ્યાપકોને બમણું વેતન મળતું હોવાથી તેના વિરુધ્ધમાં સ્વમાન માટે ત્રણ વર્ષ સુધી વેતન સ્વીકાર્યું નહી પરિણામે સત્તાધીસોએ સમાન વેતનની જોગવાઇ કરવી પડેલ.

‘‘વનસ્પતિ સજીવ છે. આ અદભુત શોધ કરીને વિશ્વ સમક્ષ સાબિત કરી બતાવ્યું. પ્રાણીઓ જેવું જ સંવેદનતંત્ર ધરાવતી વનસ્પતિની વૃધ્ધિ સહિતની તમામ ક્રિયાની નોંધ કરતું યંત્ર કોસ્કોગ્રાફ’ બનાવ્યું. જગદીશચંદ્રને વાયરલેસ અને ટેલીગ્રાફીના જનક પણ માનવા જોઈએ. હકીકતે એમણે જ સૌથી પ્રથમ આ દિશામાં મહામહેનતે સફળ પ્રયોગ કર્યા હતા. લંડનસ્થિત કેટલાક અંગ્રેજોની અનીતિના કારણે લંડનમાં પોતાની શોધની પેટન્ટ રજીસ્ટર કરાવી શકેલ નહીં. તે પછી માકરેનીએ ૧૩ વરસે વાયરલેસના પ્રયોગ પેટન્ટ કરાવ્યાં હતા.

રવિન્દ્રનાથ ટાગોર, રોમા રોલા, આઈન્સ્ટાઈન અને જ્યોજર્ બર્નાડ શો જેવા વિશ્વ વિભૂતિઓ જગદીશચંદ્રના મિત્રો હતી. ભારતના વૈજ્ઞાનિકોને સંશોધન કાર્ય માટે પ્રોત્સાહિત કરવા જગદીશચંદ્ર કલક્તામાં વિજ્ઞાન મંદિરની સ્થાપના કરેલ. બ્રિટિશ સરકારે તેમને નાઈટ’ નો ખિતાબ આપી સન્માનિત કરેલ.

વિજ્ઞાનક્ષેત્રે વનસ્પતિની ચેતનાની નવી જ દિશા ઉઘાડનાર વિજ્ઞાની જગદીશચંદ્રને જન્મજયંતિએ હ્યદય પૂર્વકની વંદના,

(વિજ્ઞાની જગદીશચંદ્ર તો મારા માર્ગદર્શક અને અંગત મિત્ર છે – ગુરુદેવ ટાગોર

પ્રેષક – બી.જી, કાનાણી -ડાયરેકટર – શ્રી ઉમિયાજી મહિલા કોલેજ -ધ્રોલ

મો – ૯૯૯૮૦૩૯૧૧૧

જન્મઃ – ૩૦/૧૧/૧૮૫૮,

નિર્વાણઃ- ૨૩/૧૧/૧૯૩૭

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here