મહાનાયક બચ્ચને ૭૮ વર્ષે બ્લોગમાં લખ્યું નવી જનરેશનને જોઈને ખૌફમાં છું, ખુદને નાનો અનુભવી રહ્યો છું

0
21
Share
Share

મુંબઈ,તા.૧૧

મહાનાયક અમિતાભ બચ્ચનના જણાવ્યા મુજબ તેઓ નવી જનરેશનને જોઈને ડરમાં છે અને ખુદને તેમની સામે નાનો અનુભવી રહ્યા છું. ૭૮ વર્ષીય બિગ બીએ હાલમાં જ તેમના બ્લોગમાં લખ્યું કે ૫૦ વર્ષનું લાબું કરિયર હોવા છતાં તે દર કલાકે કંઈક પાઠ શીખી રહ્યા છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ નવા ટેલેન્ટને ઊભરતા જુએ છે. બિગ બીએ તેના બ્લોગમાં લખ્યું, ’હું નવી જનરેશનથી ખૌફમાં છું. હું સ્ક્રીનથી બહાર નીકળતા ફ્રેશ ટેલેન્ટના સેલિબ્રેશનમાં છું. હું ખુદને જોઉં છું તો તેમની સામે અસહાય અને નાનો અનુભવું છું.

અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું છે કે તે નસીબદાર છે કે તે એક એવા યુગમાં રહે છે, જ્યાં પ્રતિભાઓને પડદા પર સ્ટ્રોંગલી પોતાની આવડત દેખાડવાનો અવસર મળતા જોઈ શકાય છે. અમિતાભ બચ્ચને અગાઉ તેમનો એક ફોટો શેર કરીને લખ્યું હતું કે, ’એક વાત તો નક્કી છે કે દુનિયામાં લોકો પાસે નવરાશ તો ઘણી છે.’ ત્યારબાદ તેમને સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું હતું, ’ત્યારે જ તો તમારી વાહિયાત ફિલ્મો જોઈને તમને સુપરસ્ટાર બનાવી દીધા.

એક અન્ય યુઝરની કમેન્ટ હતી, ’માટે જ તો તમે મહાનાયક બન્યા. બાકી કોણ જાત તમારી ૩ કલાકની ફિલ્મ જોવા.’ એક યુઝરે લખ્યું, ’સાચું કહ્યું.. પોતાના ટ્‌વીટને નંબર આપવા, આ પણ નવરાશથી ઓછું નથી. અમિતાભ બચ્ચન હાલ ’કૌન બનેગા કરોડપતિ ૧૨’ હોસ્ટ કરી રહ્યા છે. ફિલ્મોમાં તે છેલ્લે ’ગુલાબો સિતાબો’માં દેખાયા હતા, જે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઇ હતી. તેમની અપકમિંગ ફિલ્મમાં અયાન મુખર્જીની ’બ્રહ્માસ્ત્ર’ અને રૂમી જાફરીની ’ચેહરે’ સામેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here