મહબૂબા મુફ્તીના વિરુદ્ધ ભાજપનું તિંરગો અભિયાન, કાર્યકર્તાઓની થઈ અટકાયત

0
18
Share
Share

શ્રીનગર,તા.૨૬

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી દ્વારા તિંરગાને લઈને આપવામાં આવેલા નિવેદન પર બબાલ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે સોમવાર સવારે શ્રીનગરમાં ભાજપાના કાર્યકર્તાઓએ શ્રીનગરમાં મહબુબા મુફ્તી વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. નોંધનીય છે કે કુપવાડા વિસ્તારના પ્રખ્યાત લાલ ચોક પર પહોંચ્યા અને તિરંગો લહેરાવાવનો પ્રયત્ન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લાલ ચોકના ક્લોક ટાવર પર કુપવાડાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં પહોંચ્યા હતા,

પંરતુ તેઓ આ કાર્ય કરે તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી હતી.ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવારના રોજ એબીવીપીના કાર્યકર્તાઓએ જમ્મુમાં પીડીપીના કાર્યાલયની બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે બીજી તરફ પીડીપીના કાર્યાલયની બહાર તિંરગો લહેરાવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પીડીપી નેતા મહબૂબા મુફ્તીને હાલમાંજ નજર કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ત્યાર બાદથી ઘાટીમાં રાજનિતીક ગતિવીધીઓમાં વધારો થયો છે. નોંધનીય છે કે આ દરમ્યાન મહબૂબાએ વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું જેમાં જણાવ્યું કે હું જમ્મુ-કાશ્મીરના ફ્લેગ સિવાય અન્ય ફ્લેગ નહી ઉઠાવીશ, જે સમયે ્મારો ફ્લેગ પાછો આવશે, તે સમયે તે (તિરંગો) ફ્લેગને પણ ઉઠાવીશ.

પરંતુ જ્યાં સુધી અમારો પોતાનો ધ્વજ, જે ડાકુઓએ ડાકામાં લીધો છે ત્યાં સુધી, અમે કોઈ અન્ય ધ્વજ આપણા હાથમાં લઈશું નહીં. તે ધ્વજ અમારા અરીસાઓનો એક ભાગ છે, તે અમારો ધ્વજ છે. આ ધ્વજ એ તે ધ્વજ (તિંરગો) સાથે અમારો સંબંધ બનાવ્યો છે .ત્યારે બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં પીડીપી, નેશનલ કોંન્ફ્રોન્સ સહિત ઘણા પક્ષોએ સાથે મળીને ફરી એક વખત અનુછેચ્દ ૩૭૦ પારત લાવવાની માંગને બુલંદ કરી છે. પક્ષોની તરફથી એક ગઠબંધન લાગુ કરવામાં આવ્યું છે. સાથે- સાથે ગુપકાર સમજુતી કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય ૩૭૦ ફરીથી લાગુ કરવાનો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here