મલ્ટીટાસ્કિંગ પ્રક્રિયા નુકસાન કરે છે

0
18
Share
Share

વર્તમાન સમયમાં મોટા ભાગના લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરતી વેળા મલ્ટીટાસ્કિંગ કરતા રહે છે. એટલે કે મોબાઇલ ફોનનો ઉપયોગ કેટલાક અન્ય કામની સાથે થતો રહે છે. આધુનિક લાઇફસ્ટાઇલ વ્યક્તિની આ પ્રકારની બની ગઇ છે. જેના કારણે કોઇ પણ વ્યક્તિને નુકસાન થાય છે. મલ્ટીટાસ્કિંગને લઇને શ્રેણીબદ્ધ અભ્યાસ અને સર્વેના તારણ જારી કરવામાં આવી ચુક્યા છે. વર્તમાન સમયમાં અમે ટીવી નિહાળતા નિહાળતા, કામ કરતા કરતા અને ભોજન કરતી વેળા પણ મલ્ટીટાસ્કિંગ કામ કરતા રહીએ છીએ. જેમ કે કેટલાક લોકો ગેમ્સ રમતા રહે છે. કેટલાક લોકો સોશિયલ મિડિયા ચેક કરતા નજરે પડે છે. તો કેટલાક લોકો ફિલ્મ નિહાળતા નજરે પડે છે. કેટલીક વખત તો અમે અન્ય વ્યક્તિ સાથે ફોન પર વાત કરતી વેળા અન્યની સાથે વાત કરતા રહીએ છીએ. અમને લાગે છે કે અમે કોઇ પણ તકલીફ વગર કેટલાક કામો રહી શકીએ છીએ. જો કે વાસ્તવિકતા એ છે કે મલ્ટીટાસ્કિંગની બાબત ખુબ ખતરનાક છે. કેટલાક નવા અભ્યાસમાં બાબતો ખુલીને સપાટી પર આવી છે. મલ્ટીટાસ્કિંગના ખતરા વધી રહ્યા છે. તાજેતરમા જ કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો સારા મીડિયા મલ્ટીટાસ્કર હોય છે તેમના દિમાદના ગ્રે મૈટર ઓછા હોય છે. આના કારણે મોટિવેશન અને ઇમોશન પર નિયંત્રણ સાથે સંબંધિત ક્ષેત્રોમાં કમી જોવા મળે છે. મેમોરીની સમસ્યા પણ રહેલી છે. વર્ષ ૨૦૧૬માં કરવામાં આવેલા એક અભ્યાસમા ંદાવો કરવામાં આવ્યો છે કે ક્રોનિક મીડિયા મલ્ટીટાસ્કરમાં મેમોરીની કમી હોય છે. સુચનાને સ્ટોર કરવાની ક્ષમતામાં ઘટાડો થઇ જાય છે. સાથે સાથે લોંગ ટર્મ મેમોરીની ક્ષમતામાં સ્પષ્ટ રીતે કમી જોવા મળે છે. કેટલાક લોકો હમેશા એવી બાબતને લઇને ખુશ રહે છે કે મલ્ટીટાસ્કિંગના કારણે તેઓ ઓછા સમયમાં એક કરતા વધારે કામ કરી નાંખે છે. જ્યારે વાસ્તવિકતા આ બાબત પર આધારિત નથી. મલ્ટીટાસ્કિંગના કારણે આપને કેટલાક પ્રકારના નુકસાન થઇ શકે છે. શોધ કરનાર લોકો આને ટેકનોફેરેન્સ કહે છે. જ્યારે તમે ફોન પર લાગેલા રહો છો અથવા તો અન્ય સાથે ફોન પર વ્યસ્ત રહો છો ત્યારે તેના કારણે સંબંધ સાથે સંબંધિત સમસ્યા ઉભી થાય છે. મલ્ટીટાસ્કિંગના કારણે સંબંધોમાં ઉભી થનાર તિરાડ વધારે ખતરનાક બની જાય છે. આના કારણે સંતુષ્ટિ ઓછી જોવા મળે છે. કોલેજેના વિદ્યાર્થીઓને આવરી લઇને કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કોમ્પ્યુટર પર કામ કરનાર લોકો અથવા તો કોમ્પ્યુટર પર કામ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા જેટલા વધારે પ્રમાણમાં મલ્ટીટાસ્કિંગ કરી હોય છે તે વિદ્યાર્થીઓને વધારે ટેન્શન રહે છે. આનો અર્થ એ થાય છે કે સતત મલ્ટી ટાસ્કિંગના કારણે ટેન્શન વધે છે. હાડકાને નુકસાન થાય છે. મોટી વયના લોકોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે તમે એક વખતમાં એક કરતા વધારે કામ કરો છો ત્યારે હાડકાને નુકસાન થાય છે. મલ્ટીટાસ્કિંગના મોટા ભાગના મામલામાં આપને ઇજા પણ થઇ શકે છે. સાથે સાથે પડી પણ શકો છો. જાણકાર નિષ્ણાંતો કહે છે કે કોઇ પણ એક કામ એક વખતે પૂર્ણ કરવાની જરૂર હોય છે. ક્લાસરૂમમાં મલ્ટીટાસ્કિંગના એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે લેક્ચરના ગાળા દરમિયાન કોમ્પ્યુટર પર જે વિદ્યાર્થીઓ દ્વારા મલ્ટીટાસ્કિંગ કરવામાં આવે છે તેમને પરીક્ષામાં ઓછા માર્ક મળે છે અને જ્યારે લેક્ચર દરમિયાન ટીચરની વાત પર જે વિદ્યાર્થીઓ ધ્યાન આપે છે તે વિદ્યાર્થીઓને વધારે માર્ક મળે છે. લેક્ચર પર વધારે ફોક્સ કરવાના કારણે દિમાંગ વિષયને સારી રીતે સમજી શકે છે. શોધ કરનાર લોકોએ મલ્ટીટાસ્કિંગ , મીડિયાના ઉપયોગ તેમજ ઇમોશનલ હેલ્થ લિન્કનુ પરીક્ષણ કર્યુ છે. જો કે મિડિયાના ઉપયોગ અને નકારાત્મક પરિણામોની વચ્ચે સંબંધ સ્થાપિત કરી શકાતા નથી. જે લોકો મલ્ટીટાસ્કિંગ કરે છે તેમની સામાજિક બૈચેની એટલી જ વધારે વધે છે. અભ્યાસમાં એવુ પણ જાણવા મળ્યુ છે કે જે લોકો સપ્તાહના સાત દિવસ સુધી ઘરમાં મલ્ટીટાસ્કિંગ કરે છે તેમના વ્યવહારમાં વધારે તકલીફ જોવા મળે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here