મરીને પણ જીવિત રહી શકાય છે

0
26
Share
Share

એકને એક દિવસ અમને તમામને દુનિયાને છોડીને જવુ જ પડશે. કોઇ વહેલા દુનિયા છોડીને જાય છે જ્યારે કેટલાક મોડેથી દુનિયાને છોડીને જાય છે પરંતુ દુનિયાથી જવુ તો પડશે જ. મરીને પણ જો અમે જીવિત રહેતા હોઇએ તો કેવુ સારુ રહે. આ બાબત ચોક્કસપણે શક્ય છે. જો અમારા મોત બાદ અમારા શરીરના અંગ કોઇ જરૂરીયાતવાળી વ્યક્તિને લગાવી દેવામાં આવે તો અંગદાન મારફતે અમે બીજાની જિન્દગીને રોશન કરી શકીએ છીએ. બલ્કે પોતાના અને અમારા પોતાના લોકોને પણ તેમના મોત બાદ જીવિત રાખી શકીએ છીએ. નિષ્ણાંતો સાથે હાલમાં જ વાત કરવામાં આવી હતી. વારંવાર આ પ્રકારની વાત સપાટી પર આવતી રહે છે. અંગદાન એ મહા દાન છે તે બાબત વારંવાર સપાટી પર આવતી રહે છે. તબીબો અને નિષ્ણાંતો તેમજ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ આના માટે કામ પણ કરે છે. અંગદાન શુ છે તે પ્રશ્ન પુછવામાં આવતા તેનો જવાબ બિલકુલ સરળ છે. અંગદાનનો અર્થ છે કે કોઇ વ્યક્તિ પાસેથી સ્વસ્થ અંગો અને ટિસ્યુઝ લઇને કોઇ બીજી જરૂરીયાતવાળી વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે છે. આ રીતે અંગદાન મારફઉતે કોઇની લાઇફને બચાવી શકાય છે. સામાન્ય રીતે એક વ્યક્તિના અંગદાનથી મહત્તમ ૫૦ જરૂરીયાતવાળા લોકોને બચાવી શકાય છે. અંગદાન મૃત્યુ બાદ અને કેટલાક કેસમાં તો જીવિત રહેતા પણ કરવામાં આવે છે. આંખ, કિડની, હાર્ટ, લિવર, પેનક્રિયાઝ, નાના આંતરડા, ફેફસા, સ્કીન જેવા શરીરના અંગના દાન થઇ શકે છે. સામાન્ય રીતે તો આઠ અંગના દાન થઇ શકે છે. પરંતુ એક ડોનરથી કુલ ૫૦ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે છે. જેમ કે હાડકા, હાર્ટ વોલ્વ, હાથને પણ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. અમારા દેશમાં ફેફસા, પેનક્રિયાઝ અન આંતરડાના દાન નહીવત સમાન થાય છે. એક અંગદાન હોય છે અને એક ટિસ્યુ દાન હોય છે. કિડની, લિવર, હાર્ટ, પેન્ક્રિયાઝ જેવા આંતરિક અંગના દાન અંગદાન હેઠળ થાય છે. ટિસ્યુ દાનમાં આંખ, હાડકા, સ્કીન થાય છે. મોટા ભાગના અંગદાન કોઇ વ્યક્તિના મોત બાદ કરવામાં આવે છે. પરંતુ કેટલાક અંગ અને ટિસ્યુ વ્યક્તિ જીવિત રહે ત્યારે પણ આપી શકાય છે.આમાંથી સૌથી સામાન્ય કિડની છે. કારણ કે સામાન્ય વ્યક્તિ અથવા તો દાન કરનાર વ્યક્તિ એક કિડનીના આધાર પર સામાન્ય જીવન જીવી શકેછે. ફેફસા અને લિવરના કેટલાક હિસ્સાને પણ જીવિત વ્યક્તિ દાન કરી શકે છે. લિવરની પાસે ફરીથી પોતાને તૈયાર કરવાની ક્ષમતા હોય છે. જેથી એક નાનકડા હિસ્સાથી સમગ્ર લિવર તૈયાર થઇ જાય છે.મૃત્યુ પામ્યા બાદ કરવામાં આવતા દાનમાં સૌથી સામાન્ય છે આંખનુ દાન, કારણ કે ઘરમાં થનાર સામાન્ય મોતના મામલામાં માત્ર આંખને જ દાન કરી શકાય છે. બાકીના અંગોને દાન એ જ વખતે કરી શકાય છે જ્યારે વ્યક્તિની બ્રેઇન ડેથ થઇ જાય છે. તેને વેન્ટીલેટર પર અથવા તો લાઇફ સપોર્ટ સિસ્ટમ પર લેવામાં આવે છે. ખુબ નાની વયમાં જ અંગદાન કરીને કોઇને જીવિત રાખી શકાય છે. કારણ કે ૩-૪ વર્ષના બાળકના અંગને પણ દાન કરી શકાય છે. કોઇ કારણથી મૃત્યુ થઇ જાય છે તો દાન કરી શકાય છે. જો કોઇ વ્યક્તિમાં શરીરના કોઇ અંગ ખરાબ છે અને તેની જાન બચે તેમ નથી તો તેના શરીરના બાકીના અંગ અન્ય વ્યક્તિની જાન બચાવી શકે છે. અમારા દેશમાં અંગદાનને લઇને વધારે જાગૃતિ નથી. માત્ર લિવરની વાત કરવામાં આવે તો દેશમાં ૧૦૦ કેસમાં ખુબ મુશ્કેલથી કોઇ એક દાનવીર મળે છે. અમારા દેશમાં દરવર્ષે આશરે પોણા બે લાખ કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે. જે પૈકી માત્ર ૬૦૦૦ ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે છે. આમાં પણ કેડેવર  (કોઇ વ્યક્તિના મૃત્યુ બાદ કરવામાં આવતા દાન) ના મામલા નહીવત સમાન છે. દર વર્ષે આશરે ૫૦ હજાર હાર્ટ અને ૨૦ હજાર લગ્સની જરૂર પડે છે. જે પૈકી નામમાત્ર મળી શકે છે. અંગદાન કરવાની લોકો શપથ લે તે જરૂરી છે.સામાન્ય મોત અને બ્રેઇન ડેથમાં ખુબ અંતર છે. સામાન્ય મોતના કેસમાં તમામ અંગ કામ કરવાનુ બંધ કરી દે છે. સામાન્ય મામલામાં પહેલા દિલના ધબકારા બંધ થાય છે. જેના કારણે દિમાગ અને શરીરના બાકી હિસ્સામાં લોહી પ્રવાહ અટકી જાય છે. જેને કાર્ડિયાક ડેથ કહેવામાં આવે છે. આવી સ્થિતીમાં આંખને છોડીને બાકીના અંગ જલ્દીથી બેકાર થઇ જાય છે. આંખોમાં બ્લડ વેલલ્સ હોતી નથી. જેથી તે શરૂઆતી કેટલાક કલાક સુધી યોગ્ય રહે છે. આ જ કારણ છે કે ઘરમાં થનાર મોતના મામલે મોટા ભાગે આંખનુ દાન જ કરી શકાય છે. બ્રેન ડેથ એ વખતે થાય છે જ્યારે કોઇ વ્યકિતના દિમાગમાં ઇજા થાય છે અને તે કામ કરવાનુ બંધ કરી છે. આના માટે મુખ્ય ત્રણ કારણ હોઇ શકે છે. માથામાં ઇજા ( સામાન્ય રીતે એક્સીડન્ટમા થાય છે ) બ્રેન ટ્યુમર અને સ્ટ્રોક ( લકવા)આવા દર્દીના બ્રેન ડેડ થઇ જાય છે. બાકીના અંગ સામાન્ય રીતે કામ કરતા રહે છે. હાર્ટનિા ધબકારા ચાલુ રહે છે. બ્લડ પ્રેશર પણ સામાન્ય હોઇ શકે છે. પરંતુ તેનો મતલબ એ નથી કે તે વ્યક્તિ જીવિત છે અથવા તો જીવિત થવાની સંભાવના છે. આમાં વ્યક્તિ પરત ફરતી નથી. કેટલાક લોકો કોમા અને બ્રેન ડેથને એક જ સમજી લે છે. પરંતુ આ બન્નેમાં પણ અંતર છે. કોમાં પહોચેલી વ્યક્તિ ફરી ઠીક થઇ શકે છે. આ મોત નથી. પરંતુ બ્રેન ડેથમાં આવુ નથી. હકીકતમાં પહેલા કાર્ડિયેક ડેથને મોત માનવામાં આવતુ હતુ. પરંતુ હવે બ્રેન ડેથને જ મોત માનવામાં આવે છે. જો બ્રેન ખતમ તો લાઇફ ખતમ છે. આખ ઉપરાંત તમામ અંગના દાન બ્રેન ડેથ બાદ જ કરવામા આવી શકે છે. જ્યારે દર્દીને સ્વસ્થ કરવાના તમામ પ્રયાસ નિષ્ફળ થઇ જાય છે અને વ્યક્તિને બ્રેઇન ડેથ જાહેર કરવામાં આવે છે ત્યારે અંગદાન અંગે વિચારવામાં આવે છે. બ્રેન ડેથની સ્થિતીમાં કેટલીક વખત મરીજના પરિવારના સભ્યોને લાગે છે કે જો મરીજના દિલની ધડકન ચાલુ છે તો તે ઠીક થઇ શકે છે.

આવી સ્થિતીમાં તબીબે તેને મૃત જાહેર કરીને અંગદાનની વાત છેડી દેવામાં આવે તો નારાજગી વ્યકત કરવામાં આવે છે. પરંતુ આ ખોટી વિચારધારા છે. બ્રેન ડેથનો મતલબ એ છે કે વ્યક્તિ હવે પરત ફરશે નહી. જેથી તેના અંગોના દાનની વાત થાય છે.

શરીરના અંગ કેટલા સમય સુધી બિલકુલ ઠીક રહે છે ?

ડોનરના શરીરમાંથીશક્ય તેટલી વહેલી તકે અંગ કાઢી લેવામાં આવે તે જરૂરી છે. કાઢી લેવામાં આવ્યા બાદ છથી ૧૨ કલાકમાંજ ટ્રાન્સપ્લાન્ટ થાય તે જરૂરી છે.

સામાન્ય રીતે આંખને ત્રણ દિવસ સુધી દાન કરી શકાય છે પરંતુ અન્ય શરીરના ઉપયોગી અંગોને વહેલી તકે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે તેની ક્ષમતા ધીમી ધીમે ઓછી થતી જાય છે. સામાન્ય મોતના કેસમાં તમામ અંગ કામ કરવાનુ બંધ કરી દે છે. સામાન્ય મામલામાં પહેલા દિલના ધબકારા બંધ થાય છે. જેના કારણે દિમાગ અને શરીરના બાકી હિસ્સામાં લોહી પ્રવાહ અટકી જાય છે. જેને કાર્ડિયાક ડેથ કહેવામાં આવે છે. આવી સ્થિતીમાં આંખને છોડીને બાકીના અંગ જલ્દીથી બેકાર થઇ જાય છે. આંખોમાં બ્લડ વેલલ્સ હોતી નથી. જેથી તે શરૂઆતી કેટલાક કલાક સુધી યોગ્ય રહે છે. આ જ કારણ છે કે ઘરમાં થનાર મોતના મામલે મોટા ભાગે આંખનુ દાન જ કરી શકાય છે. બ્રેન ડેથ એ વખતે થાય છે જ્યારે કોઇ વ્યકિતના દિમાગમાં ઇજા થાય છે અને તે કામ કરવાનુ બંધ કરી છે. બ્રેન ડેથ બાદ જ અંગના દાનના સંબંધમાં વિચારણા કરવામાં આવે છે.

અંગ ટ્રાન્સપ્લાન્ટ સમય

ડોનરના શરીરમાંથીશક્ય તેટલી વહેલી તકે અંગ કાઢી લેવામાં આવે તે જરૂરી છે. કાઢી લેવામાં આવ્યા બાદ છથી ૧૨ કલાકમાંજ ટ્રાન્સપ્લાન્ટ થાય તે જરૂરી છે.  સામાન્ય રીતે આંખને ત્રણ દિનવસ સુધી દાન કરી શકાય છે પરંતુ અન્ય શરીરના ઉપયોગી અંગોને વહેલી તકે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે તેની ક્ષમતા ધીમી ધીમે ઓછી થતી જાય છે. દરેક અંગના ટ્રાન્સપ્લાન્ટ માટે એક ટાઇમ લિમિટ છે જે નીચે મુજબ છે.

લિવર     છ કલાકની અંદર

કિડની     ૧૨ કલાકની અંદર

ફેંફસા     ચાર કલાકની અંદર

હાર્ટ       ચાર કલાકની અંદર

પેનક્રિયાઝ            છ કલાકની અંદર

આંખ     ત્રણ દિવસની અંદર

સામાન્ય-બ્રેન ડેથમાં અંતર

સામાન્ય મોત અને બ્રેન ડેથમાં ખુબ અંતરની સ્થિતી છે. સામાન્ય લોકો આ બાબત સરળતાથી સમજી શકતા નથી. તબીબો આને સરળ ભાષામાં સમજાવી શકે છે.  કેટલાક લોકો કોમા અને બ્રેન ડેથને એક જ સમજી લે છે. પરંતુ આ બન્નેમાં પણ અંતર છે. કોમાં પહોચેલી વ્યક્તિ ફરી ઠીક થઇ શકે છે. આ મોત નથી. પરંતુ બ્રેન ડેથમાં આવુ નથી.  સામાન્ય લોકો તબીબોના કહેવા મુજબ સામાન્ય મોત અને બ્રેન ડેથ શુ છે તે નીચે મુજબ છે.

સામાન્ય મોતમાં શુ છે ?

સામાન્ય મોતના કેસમાં તમામ અંગ કામ કરવાનુ બંધ કરી દે છે. સામાન્ય મામલામાં પહેલા દિલના ધબકારા બંધ થાય છે. જેના કારણે દિમાગ અને શરીરના બાકી હિસ્સામાં લોહી પ્રવાહ અટકી જાય છે. જેને કાર્ડિયાક ડેથ કહેવામાં આવે છે. આવી સ્થિતીમાં આંખને છોડીને બાકીના અંગ જલ્દીથી બેકાર થઇ જાય છે. આંખોમાં બ્લડ વેલલ્સ હોતી નથી. જેથી તે શરૂઆતી કેટલાક કલાક સુધી યોગ્ય રહે છે. આ જ કારણ છે કે ઘરમાં થનાર મોતના મામલે મોટા ભાગે આંખનુ દાન જ કરી શકાય છે.

બ્રેન ડેથમાં શુ  છે?

બ્રેન ડેથ એ વખતે થાય છે જ્યારે કોઇ વ્યકિતના દિમાગમાં ઇજા થાય છે અને તે કામ કરવાનુ બંધ કરી છે. આના માટે મુખ્ય ત્રણ કારણ હોઇ શકે છે. માથામાં ઇજા ( સામાન્ય રીતે એક્સીડન્ટમા થાય છે ) બ્રેન ટ્યુમર અને સ્ટ્રોક ( લકવા)આવા દર્દીના બ્રેન ડેડ થઇ જાય છે. બાકીના અંગ સામાન્ય રીતે કામ કરતા રહે છે. હાર્ટનિા ધબકારા ચાલુ રહે છે. બ્લડ પ્રેશર પણ સામાન્ય હોઇ શકે છે. પરંતુ તેનો મતલબ એ નથી કે તે વ્યક્તિ જીવિત છે અથવા તો જીવિત થવાની સંભાવના છે. આમાં વ્યક્તિ પરત ફરતી નથી.

અંગદાન કરવા ક્યાં સંપર્ક

અંગદાન શુ છે તે પ્રશ્ન પુછવામાં આવતા તેનો જવાબ બિલકુલ સરળ છે. અંગદાનનો અર્થ છે કે કોઇ વ્યક્તિ પાસેથી સ્વસ્થ અંગો અને ટિસ્યુઝ લઇને કોઇ બીજી જરૂરીયાતવાળી વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે છે. આ રીતે અંગદાન મારફઉતે કોઇની લાઇફને બચાવી શકાય છે. સામાન્ય રીતે એક વ્યક્તિના અંગદાનથી મહત્તમ ૫૦ જરૂરીયાતવાળા લોકોને બચાવી શકાય છે. અંગદાન મૃત્યુ બાદ અને કેટલાક કેસમાં તો જીવિત રહેતા પણ કરવામાં આવે છે. આંખ, કિડની, હાર્ટ, લિવર, પેનક્રિયાઝ, નાના આંતરડા, ફેફસા, સ્કીન જેવા શરીરના અંગના દાન થઇ શકે છે. સામાન્ય રીતે તો આઠ અંગના દાન થઇ શકે છે.

આંખ દાન કરવા માટે નેશનલ આઇબેક, એમ્સ દિલ્હીનો સંપર્ક કરી શકાય છે

આંખ દાન કરવા માટે વેણુ આઇ ઇન્સ્ટીટ્યુટ  એન્ડ રિસર્ચ સેન્ટર ફોન નંબર ૦૧૧-૨૯૨૫-૦૯૫૨ પર સંપર્ક કરી શકાય છે

આંખ દાન કરવા માટે ગુરૂ ગોવિન્દસિંહ ઇન્ટરનેસનલ આઇબેંક  ફોન ૦૧૧-૨૨૫૪-૨૩૨૫ પર સંપર્ક કરી શકાય છે

આંખ દાન કરવા માટે ગુરૂ નાનક આઇ સેન્ટર ફોન ૦૧૧-૨૩૨૩-૪૬૧૨નો સંપર્ક કરી શકાય છે

અંગદાન કરવા માટે નોટોની વેબસાઇટ નોટો ડોટ નિક ડોટ ઇન પર જઇને અંગ દાન માટે ફોર્મ ભરી શકાય છે. હેલ્પલાઇન નંબર ૧૮૦-૦૧૧૪-૭૭૦ પર કોલ કરી શકાય છે

એમ્સની વેબસાઇટ પર પોતાને અંગદાન માટે રજિસ્ટાર કરાવી શકાય છેઅથવા તો કોલ સેન્ટર નંબર ૦૧૧-૬૫૯૦-૦૬૬૯ પર કોલ કરી શકાય છે

નોટો ડોટ નિક  ડોટ ઇન પર અંગદાન સાથે સંબંધિત સમગ્ર માહિતી આપની વેબસાઇટ પર મળી શકે છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here