મમતા બેનર્જીના ખાસ કેબિનેટ મંત્રી શુભદુ અધિકારીએ બળવો પોકાર્યો

0
15
Share
Share

શુભેંદુ અધિકારીએ ત્રણેય નજીકના નેતાઓની સુરક્ષા પણ હટાવી દેવામાં આવી

કોલકાત્તા,તા.૧૨

બિહારની ચૂંટણી પૂરી થતાની સાથે જ હવે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની હલચલ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પહેલા જ મમતા સરકારને જોરદાર ઝાટકો લાગી શકે છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં નંબર ટૂ તરીકે ઓળખાતા અને મમતા બેનરજીના ખાસ એવા કેબિનેટ મંત્રી શુભદુ અધિકારીએ બળવો પોકાર્યો છે.

નંદીગ્રામમાં અલગથી રેલી કરીને બગાવતનો બણગો ફૂંકનારા શુભેંદુ અધિકારી આજે મમતા બેનરજીની કેબિનેટ બેઠકમાં પણ ગેરહાજર રહ્યાં હતાં. અધિકારીની સાથો સાથ અન્ય ત્રણ મંત્રી બંદોપાધ્યાય, ગૌતમ દેવ અને રવીંન્દ્રનાથ ઘોષ પણ બેઠક્માં પહોંચ્યા નહોતા.

શુભેંદુ અધિકારીએ ત્રણેય નજીકના નેતાઓની સુરક્ષા પણ હટાવી દેવામાં આવી છે. બીજી બાજુ ભાજપ શુભેંદુને પાર્ટીમાં શામેલ થવાની ઓફર પણ કરી દીધી છે. જેથી મમતા બેનરજીની મુશ્કેલીઓ વધતી નજરે પડી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૫ નવેમ્બરે બંગાળમાં બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા હતાં અને ત્યાં તેમણે મમતા બેનરજી સરકારને બરાબરની આડેહાથ લીધી હતી. શાહ પાછા ફર્યા બાદ બંગાળની રાજનીતિમાં અચાનક ગરમાવો આવી ગયો છે. મમતા માતે સંભવિત્ય આંચનાને આ ઘટના સાથે જ જોડીને જોવામાં આવી રહ્યો છે.

શુભેંદુ તરફથી બગાવતનું પહેલુ પગલું નંદીગ્રામમાં ત્યારે જોવા મળ્યું હતું જ્યારે તેમણે ટીએમસીથી અલગ રેલી કરીને મમતાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ બેઠકમાં મમતાનુ કોઈ જ પોસ્ટર હતું. સાથે જ રેલીના અંતમાં ભારત માતા કી જયના નારા પણ લાગ્યા હતાં. જેથી સંકેત મળવા લાગ્યા છે કે, તેઓ મમતાથી અલગ થવાના મૂડમાં છે.

માનવામાં અજવી રહ્યું છે કે, શુભેંદુ ઘણા સમયથી પાર્ટીમાં પોતાની થઈ રહેલી ઉપેક્ષાથી ભારોભાર નારાજ હતાં. જોકે તેમણે પહેલી જ વાર આ પ્રકારે જાહેરમાં તેના સંકેત આપી દીધા છે. છેલ્લા એક મહિનાથી શુભેંદુની દરેક રેલીમાં જે પોસ્ટર લવાવવામાં આવી રહ્યાં છે તેમાં મમતા બેનરજી અને ટીએમસી બંનેનું કોઈ નામોનિશાન નજરે પડતું નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here