મમતાએ માનસિક સંતુલન ગુમાવ્યુ,ડોક્ટર પાસે જઈ તપાસ કરાવવી જોઈએ

0
59
Share
Share

કોલકાત્તા,તા.૨૭
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના વડપણ હેઠળમાં તૃણમુલ કોંગ્રેસ કાર્યકર્તા નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે. આ અંગે ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ ગુરુવારે એક નિવેદનમાં કહ્યું હતું કે મમતાએ માનસિક સંતુલન ગુમાવી દીધુ છે. તેમણે ડોક્ટર પાસે જઈને તપાસ કરાવવી જોઈએ. આ અગાઉ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ સીએએ સામે લોકશાહી રીતે વિરોધ કરવાનું જારી રાખવું જોઈએ. આ સાથે મેંગ્લોરમાં વિરોધ પ્રદર્શન કરતી વખતે માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખનું વળતર આપવાની મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી.
કોલકાતાની રેલીમાં વિજયવર્ગીયએ કહ્યું હતું કે મમતાને ડર છે કે સીએએ લાગુ થયા બાદ ઘુસણખોરોની ઓળખ કરી લેવામાં આવશે અને તેનાથી તેની વોટ બેન્કને અસર થશે. પોતાને થનારા આ નુકસાનની સ્થિતિને જોતા મુખ્યમંત્રીની માનસિક સ્થિતિ બગડી ગઈ છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here