મને સ્પેનિશ સાથે પ્રેમ છેઃ બબીતા

0
19
Share
Share

મુંબઇ,તા.૧૧

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘરેઘરમાં પ્રખ્યાત છે અને લોકો તેના અભિનયના મુરીદ છે. આ સાથે જ ફેન્સ બબીતા એટલે કે મુનમુન દત્તાની અદા પર પણ કાયલ થતાં જોવા મળે છે. ત્યારે જો વાત કરીએ મુનમુનની તો તે હિન્દી, અંગ્રેજી, બંગાલી અને આ સિવાય સ્પેનિશ પણ જાણે છે. બબીતાએ વાત કરતાં જણાવ્યું કે- હું થોડુ ઘણું સ્પેનિશ પણ જાણુ છું. પહેલા હું સ્પેનિશ શીખતી હતી પણ પછી મારી પ્રેક્ટિસ છુટી ગઈ. પણ હવે હું ફરીથી શીખવાનું શરૂ કરીશ. મને સ્પેનિશ સાથે પ્રેમ છે.

મુનમુન દત્તા તારક મહેતા શોનું એક જાણીતું નામ છે. તે શો સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલી છે. જ્યારે એક ફેન્સએ તેને શો છોડવા વિશે વાત કરી તો તેણે કહ્યું કે-તમે શું કહેવા માગો છે કે હું શો છોડી દઉં? બબીતાએ કહ્યું કે મને પુરો વિશ્વાસ છે કે મારા ફેન્સ એવું નહીં જ ઈચ્છતા હોય કે હું આ શો ક્યારેય છોડી દઉ.

આગળ વાત કરતાં મુનમુન દત્તાએ કહ્યું કે જો હું એક્ટર ન હોત તો આજે ડોક્ટર હોત. મને મેડિકલ સાયન્યમાં ખુબ જ રસ છે એટલા માટે હું ડોક્ટર હોત. ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા ઈંગ્લિશ ઓનર્સ ગ્રેજ્યુએટ છે અને જ્યારે તે ફર્સ્ટ યર એમએમાં હતી ત્યારે જ તેણે તારક મહેતા શો જોઈન કરી લીધો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here