મને વિશ્વાસ નહોતો કે મારા પર આટલી મોટી બોલી લાગશેઃ રિચર્ડસન

0
19
Share
Share

મેલબર્ન,તા.૧૯

ઓસ્ટ્રેલિયાના ઉભરતા પેસ બોલર જાય રિચર્ડસનને આઇપીએલમાં જેકપોટ લાગી ગયો છે. ઓસ્ટ્રેલિયાના આ યુવા બોલરે ઓસ્ટ્રેલિયામાં રમાતી ટી ૨૦ ટુર્નામેન્ટ બિગ બેશની આ સિઝનમાં સૌથી વધારે વિકેટો ઝડપી હતી.

બીજી તરફ આઇપીએલ માટેની હરાજીમાં રિચર્ડસનને પંજાબ કિંગ્સે ૧૪ કરોડ રુપિયામાં ખરીદયો છે. રિચર્ડસન ઓસી ટીમ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. હાલમાં ઓસી ટીમ ક્વોરેન્ટાઈન થયેલી છે ત્યારે રિચર્ડસન પોતાની હોટલમાં બેસીને હરાજી જોઈ રહ્યો હતો.

તેણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મને તો વિશ્વાસ પણ નહોતો થતો કે મારા પર આટલી મોટી બોલી લાગી છે. મેં એક વખત નહીં પણ ચાર વખત ખાતરી કરી હતી કે ખરેખર મારા માટે ૧૪ કરોડ રુપિયાની બોલી લાગી છે. એક તબક્કે તો હું જાણે સ્તબ્ધ થઈ ગયો હતો અને શરીરની તમામ ચેતના જાણે જતી રહી હતી. ઉલ્લેખનીય છે કે, રિચર્ડસન બે ટેસ્ટ, ૧૩ વન ડે અને નવ ટી ૨૦ રમી ચુક્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here