મનહરપ્લોટમાં ધોળા દિવસે લાખોની ચોરી :તસ્કરો સકંજામાં

0
25
Share
Share

૩૩ મિનિટ સુધી ચાલેલી ચોરીની ઘટના સીસીટીવી માં કેદ : સોનાના ઘરેણાં અને રોકડની તસ્કરી

રાજકોટ તા ૧૦

રાજકોટના મનહરપ્લોટ શેરી ૮ માં આવેલા જગજીત એપાટર્મેન્ટમાં  ધોળા દિવસે તસ્કર ટોળકીએ ત્રાટકીએ ત્રણ ફલેટના તાળા તોડી રોકડ અને ૧૫ તોલા સોનાના દાગીના ચોરી ગયા અંગેની એ ડિવિઝન  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરી ની કલાકો માં તસ્કર ને ઝડપી લીધા છે

પ્રાપ્ત વિગતો મુજબ  મનહરપ્લોટ શેરી ૮ માં આવેલા જગજીત એપાટર્મેન્ટમાં બીજા માળે રહેતા સ્નેલભાઈ મહેતાના ઘરના તાલા તોડીતસ્કર ટોળીએ ત્રાટકી  રોકડ સહીત સોના ચાંદીના દાગીના મળી  લાખોની ચોરી કરી હતી. બાદમાં અન્ય બે ફલેટમાં સમાન વેર વિખેર કરી નાશી છૂટ્યા હતા. બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ સી.જે.જોશી,પી.એસ.આઈ જે.એમ. ભટની ટીમે ઘટના સ્થળે દોડી જઈ સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ જેટલા તસ્કરો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. તસ્કર ટોળીકીએ ધોળા દિવસે એપાટર્મેન્ટમાં ઘુસી ૩૩ મિનિટ સુધી ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસ પેટ્રોલિગ સામે સવાલ ઉઠવા પામ્યા છે જ્યારે  પોલીસ તસ્કરો ને સકંજામાં લીધા છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here