મનમોહનને મૌની બાબા કહેતા મોદીના મોઢામાંથી ચીન શબ્દ કેમ નીકળતો નથી

0
11
Share
Share

રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતના મોદી પર વાકપ્રહાર

જયપુર,તા.૨૯

ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ બાદથી જ ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે. તેની વચ્ચે હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલેતો પીએમ મોદી પર હુમલો કર્યો છે. અશોક ગહલોતે પુછ્યું છે કે પીએમ મોદીના મોઢામાંથી ચીન શબ્દ કેમ નીકળતો નથી.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું કે ભારત સુપર પાવર છે, પરંતુ દેશના પીએમ ચીનનું નામ પણ લેતા નથી. તે જાણવા છતા કે ચીન આપણા માથા પર આવીને બેઠુ છે. આખરે શું કારણ છે કે પીએમના મોઢામાથી ચીન શબ્દ નિકળતો નથી. દેશની સરહદ પર જે સ્થિતિ છે તે પીએમ મોદીએ જણાવવી જોઈએ.

અશોક ગહલોતે જણાવ્યું કે વિપક્ષનું કામ છે કે લોકોના સવાલોને પુછે. લોકોના સવાલો પુછવાનો મતલબ એવો નથી કે ચીનના મામલે અમે પીએમ સાથે નથી. સમગ્ર દેશ તેમની સાથે છે. પરંતુ વિપક્ષને સવાલો પુછવાનો હક છે કેમકે લોકો એ જાણવા માંગે છે કે આખરે સરહદ પર શુ સ્થિતિ છે.

અશોક ગહલોતે કહ્યું કે સત્ય બધાની સામે આવવું જોઈએ. આખરે શું કારણ છે કે કોરોના સંકટ વચ્ચે સરહદ પર સમસ્યા વધી રહી છે. ૧૯૬૭માં ઈન્દીરા ગાંધીએ ચીનને શું જવાબ આપ્યો હતો તે દેશ જાણે છે. ૧૯૬૨માં આપણી પાસે સંસાધનો ન હતા પરંતુ ત્યાર બાદ ૧૯૬૭માં આપણા સૈનિકોએ ૪૦૦ ચીની સૈનિકોમે માર્યા. ત્યાર બાદ ચીનની હિમ્મત નથી થઈ કે તે ભારત સામે આંખ ઉંચી કરીને જોવે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here