મધ્યમ વર્ગીય લોકો માટે સોમનાથ દર્શન માટે નિમિત્ત બનતું એસટી તંત્ર

0
16
Share
Share

પ્રભાસપાટણ, તા.20

કોરોના મહામારીના નિયંત્રણો થોડાઘણા હળવા થતા સોમનાથ ખાતે દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા છે. અહીં પહોંચવા દિવસ દરમિયાન આખા દિવસમા એક માત્ર ટ્રેન દોડી રહી છે. સોમનાથ-જબલપુર ટ્રેનનો ઘણા યાત્રિકો લાભ લઇ રહયાં છે પણ સૌથી વધુ મધ્યમ વર્ગીય લોકો માટે હાલના દિવસોમાં એસ.ટી.તંત્ર ભારે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે.

આ બાબતે સોમનાત વેરાવળ વિભાગના વિભાગીય અધકારી બી.ડી.રબારીએ કહ્યું કે, દિવાળીની રાજા દરિયાં 10 લાખથી વધુની તંત્રને આવક થઇ છે. 200થી વધુ ટ્રીપોમાં 8 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે.આ ઉપરાંત ખાનગી વાહનો અને વ્યક્તિગત બાઈકો દવારા આશરે 1 લાખથી વધુ લોકોએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી છે. સોમનાથ મંદિરની આજુબાજુ સતત મેળા જેવા દ્રશ્યો સર્જાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here