મધ્યપ્રદેશમાં શિવસેનાના પૂર્વ પ્રદેશ પ્રમુખની ગોળી મારી કરપીણ હત્યા, ચકચાર

0
23
Share
Share

ઇન્દોર,તા.૦૨

મધ્યપ્રદેશમાં શિવસેનાના પૂર્વ પ્રમુખ રમેશ સાહૂની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. તો આ હુમલામાં રમેશ સાહૂની દીકરી અને પત્ની ઘાયલ થયા હતા. હુમલો કર્યા બાદ હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર થવામાં સફળ થયા હતા. ત્યારબાદ, પોલીસે આ મામલે આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. મધ્યપ્રદેશ શિવસેનાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા રમેશ સાહૂની ઇન્દોર પાસે ઉમેરી ખેડામાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે.

રમેશ સાહૂ ઉમેરી ખેડામાં રામ ઢાબા ચલાવતા હતા. રમેશ સાહૂની અજ્ઞાત બદમાશોએ ગોળીમારી હત્યા કરી નાખી. તો આ ઘટનામાં પતિના બચાવ માટે વચ્ચે પડેલ તેમના પત્ની અને દીકરીને પણ આરોપીઓએ ઘાયલ કર્યા હતા. મળતી માહિતી મુજબ, ઘટનાસ્થળેથી કોઈ સમાન અથવા રોકડની ચોરી થઇ હોય તેવું સામે આવ્યું નથી. આરોપીઓ માત્ર હત્યાના ઇરાદે આવ્યા હતા અને હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. જેને લઈને પોલીસે સમગ્ર મામલે અંગત અદાવતની આશંકા વ્યક્ત કરી રહી છે. તો ઘટના બાદ, રમેશ સાહૂના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here