મધ્યગીરની અંદર બિરાજમાન માં કનકેશ્વરી…

0
12
Share
Share

ગિરગઢડા તા ૨૯

શક્તિ પૂજા આપણી સંસ્કૃતિ નું એક અગત્યનું અંગ છે શક્તિ એટલે બળ બળની ઉપાસના વિના કોઈ કામ થઈ શકતું નથી ઉપાસના એટલે ધારણ કરતું બ્રહ્માંજી ઉપાસના થી જગત સર્જ્યું શિવજી આ ઉપાસનાથી સ  હાર કરેછે વિષ્ણુજી આ ઉપાસનાથી રક્ષણ-પોષણ કરેછે એટલે શક્તિ વિના જગત શૂન્ય હોય શ્રી કૃષ્ણ ભગવાને પણ નંદરાજા ને ત્યાં અવતરેલી શક્તિની આરાધના કરી હતી આ શક્તિ એજ માં કનકાઈ

કનક એટલે સુવર્ણ સુવર્ણ જેવી જેની કાંતિ છે તે કનકાઈ ચંડીપાઠના મૂર્તિ રહસ્યના અધ્યાયમાં નંદને ત્યાં ઉત્પન્ન થયેલી નંદા નામની ભગવતી ને કાંચન જેવી કાંતિવાળી કહી છે કે કનકના આભૂષણો તેણે પહેર્યા છે અને તેની આભા કનકવર્ણી છે શ્રી કૃષ્ણ ભગવાને જેની ઉપાસના કરી હતી તેજ કનકાઈ

કનકેશ્વરી અને સુવર્ણને મેળ છે એવી કથા રેવાખંડ કનકેશ્વરી તીર્થ અધ્યાય ૧૫૩. માં મળેછે એમાં જણાવેલ છે કે‘‘ કનકેશ્વરી તીર્થ‘‘ નામ કેમ પડ્યું એવો પ્રસન્ન શ્રી યુધિષ્ઠિર રાજાએ શ્રી માર્કંડેય લૄષિ ને પૂછયો હતો જવાબમાં શ્રી મુનિશ્રીઓ જણાવેલ કે શ્રી શંકરપ્રિયા પાર્વતી સુવર્ણ ના શીખરોમાં સંતાયા હતા તેથી સુવર્ણ શ્વરી- કનકેશ્વરી એ નામ વિખ્યાતી પામ્યા હતા અને તે નામથી લૄષિ મુનિઓએ તેમના સ્તવન ગાયા હતા.

માતાજી કનકાઈ ની ઉપાસનાનું મૂળ સ્થળ સૌરાષ્ટ્ર ગીરમાં કે સેંકડો વર્ષ પહેલાનું આ સ્થળ હશે અવશેષો પુરાણો ની હકીકતો. શિલાલેખો અને કિવદંતીઓ અને ચારણી સાહિત્ય ઉપરથી એવું અનુમાન થાય છે માતાજીના મંદિર ની પાછળ શ્રી ભુદરજીદાદા નું મંદિર છે તેમાં મૂર્તિ નીચે સ.૧૪૧૭. ની સાલનો લેખ છે માતાજીના મંદિરથી આશરે ૫૦.ફૂટને અંતરે શીંગવડો નદી છે માતાજીના મંદિર પૂર્વ માં એક માઈલ ને અંતરે શીંગવડાના પ્રવાહ માં મુલકુંડ અને ઝીમઝીમ નામે બે કુંડો છે મુળ કુંડમાં ત્રણ આંખોવાળા માછલાં છે માતાજીના મૂર્તિના મુખની ભવ્યતા સન્મુખ ઉભા રહી ને નિરખતાં પ્રોઠ અને બાળક સ્વરુપની ભાસે છે. માતાજીનો પ્રભાવ અજાણ્યો નથી લાખો ભક્ત તેમને પૂજે છે માતાજીયે હજારો ભક્તોને પુત્રો આપ્યા છે રોગોના નિવારણ કર્યા છે શ્રદ્ધા ફલાવી છે. જંગલમાં પોતાના આશ્રયે આવેલા ભક્તોના દુઃખો દૂર કરનાર ભક્તો ઉપર અમૃતમય દ્રષ્ટિથી કૃપા કરતા માં કનકાઈ ના પુનિત દર્શન થી જ મનુષ્યના જન્મ સફળ થાય છે   પ્રાચીન સ્થાપકઃ ઇ.સ ની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડા ના વંશજો અથવા પૂર્વજોમાં કનક ચાવડા નામનો એક રાજા થઈ ગયો આ કનકાઈ સ્થાનક જે ત્યારે કનકાવતી નામે પ્રસિદ્ધ હતું તેમાં એ રાજ્ય કરતો હતો આ સ્થળનું વર્ણન બૌદ્ધ અને જૈન ધાર્મીઓના ઇતિહાસ માં પણ મળી આવે છે કનકાઈ ના સ્થળ ની આજુબાજુ માં જુના ખંડેરો છે તેથી કનક ના ડુંગરો વચ્ચે કનકાવતી નગરી હોવાનું અનુમાન થાય છે માતાનું મંદિર નગરની વચ્ચે બંધાયું હોય અને નગરની અધિષ્ઠાત્રી દેવી તરીકેની કનકાઈ ની સ્થાપના થઇ હોય અને તેના નામ ઉપરથી કનકાવતી નામ પડ્યું હોય આ કનકસેન ચાવડાએ આ નગરીની સ્થાપના કરી હતી એમ કહેવાય છે એમ પણ કહેવાય છે કે આ રાજાએ હિંગળાજ નામના પ્રાચીન સ્થળે થી પોતાની નગરીમાં આવી રહેવાની પ્રાર્થના કરી તે માટે તેણે માતાજીને પ્રસન્ન કર્યા માતાજીએ કહ્યું ‘‘ તું આગળ થા હું તારી પાછળ ચાલી આવું છું પણ પાછું વળી જોતા નહિ તો હું ત્યાંજ રોકાઈ જઈશ‘‘ રાજા આ રીતે માતાજીને શીંગવડો નદીને કાંઠે લઈ આવ્યો નદીમાં ઉતરતા માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થવાથી રાજાને શંકા ગઈ કે માતાજી રોકાઈ ગયા કે શું ? એણે પાછું વળી જોયું તો માતાજી નદીના પાણીમાં ચાલ્યા આવતા હતા પણ ત્યાંજ રોકાઈ ગયા આથી રાજાએ સ્થળે જ માતાજીની સ્થાપના કરીને મંદિર બંધાવ્યું અને માતાજીએ પોતાના કુળદેવી તરીકે સ્થાપ્યા બીજી વાત એમ પણ કહેવાય છે કે વલભીપુર ના મેંત્રક વંશનો મુલપુરુષ કનકસેન અયોદયાનો સૂર્યવંશી રાજા હતો તેણે સૌરાષ્ટ્‌ના વિરનગરમાં આવીને ત્યાંના પરમાર રાજાને હરાવ્યો તેના વંશજ વિજયસેનને વિજયપુર(ધોળકા)  વસાવ્યું વિજયસેનના વંશજ ભટાકે વલ્લભીપુર(વળા) સ્થાપ્યું આ કનકસેન રાજાએ પ્રભારુંશેત્રે મદયગીર વચ્ચે કંનકાવતી નગરી વસાવી નગરી ની અધિષ્ઠાની તરીકે પોતાના પ્રાચીન કુળદેવી કનકેશ્વરીની પ્રતિષ્ઠા કરીને તેણે ત્યાં રાજ્ય સ્થાપ્યું કનકાવતી નામે એક નગરી સૌરાષ્ટ્રના અરણ્યમાં ભગવાન બુદ્ધના સમયમાં હતી એમ બૌદ્ધ ધર્મના ગ્રંથો પરથી જણાય છે તેથી ઇ.સ પૂર્વે પણ આ નગરી હતી એમ માની શકાય નાગર બાહ્યનોનું વડનગર પણ એજ અરસામાં બંધાયું હતું એ વડનગર હાલ કોડીનાર પાસે છે વડનગર ને કનકાવતી સમકાલીન જણાઈ છે જો આ લોકકથા ને આધારભૂત ન લખીએ ને કનકસેન ચાવડાની કથા ને વિશ્વનિય માનીએ તો આ સ્થળ ૧૨૦૦. વર્ષ પહેલાનું એ માનવું રહ્યું વનરાજ ચાવડા વખતમાં કનકાવતી ને ફરતો કિલ્લો હતો તેમાં બે હજાર ઘોડેસવાર રહેતા એ ગઢ કનકગઢ નામે ઓળખાતો વનરાજ નામક નવલકથા ૧૯૩. માં પાના પર લખ્યું છે. આ કનકાવતી છે મહારાજા કનકસેનના વંશજ જયશીખર નો કુમાર વનરાજ ધર્મ પ્રમામે તમારો રાજા છે. એ સમયે વનરાજ પ્રભાસ અને કનકાવતી ની ગાદીએ હતા તેણે સોમનાથ ના દર્શનનો કર તથા સમુદ્ર ના અને ત્રી વેણીસ્નાન કર માફ કરેલા દાનાજી સોલંકી જે કનકાવતી ને ઉજ્જડ કરી નાખીને લોકોને ઘણા દુઃખ દીધા તેજ કનકાવતી હોય એમ લાગે છે.

(ક્રમશઃ)

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here