મદુરાઇ,તા.૨
તમિલનાડુમાં મદૂરાઈની વેસ્ટ વડામપોક્કી સ્ટ્રીટ પર એક ઈમારતમાં દૂર્ઘટના બની ગઈ. આ એક નિર્માણાધીન ઈમારત હતી. આ દૂર્ઘટનામાં ઈમારતમાં કામ કરનારા ત્રણ મજૂરોના મોત થઈ ગયા. વળી, ત્રણ લોકો આ દૂર્ઘટનામાં ઘાયલ છે. રિપોર્ટ મુજબ મદૂરાઈની વેસ્ટ વડામપોક્કી સ્ટ્રીટ પર ઈમારતની કૉન્ક્રીટની છત બનાવવા માટે બનાવેલ માળખુ ધસી પડતા આ દૂર્ઘટના બની.
પોલિસે જણાવ્યુ કે અમુક મજૂરો સોમવારે બપોર બાદ ઈમારાતમાં છતના સળિયાનો ઢાંચો બનાવી રહ્યા હતા ત્યારે તે અચાનક તૂટીને તેમના પર પડી ગયુ. કાટમાળ નીચે છ મજૂરો ફસાઈ ગયા જેમાંથી ત્રણના મોત અત્યાર સુધીમાં થઈ ગયા છે. દૂર્ઘટનાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડ વિભાગના કર્મચારી અને પોલિસકર્મીઓ ઘટના સ્થળે પહોચી ગયા. જ્યાં પોલિસે કાટમાળમાં દબાયેલા ત્રણ લોકોને બચાવી લીધા. જે હજુ હોસ્પિટલમાં ભરતી છે. ઘાયલોને સરકારી રાજાજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા.