મઢડાથી પરત જતા રાજકોટના ચાર યુવાનોને અકસ્માત નડ્યો

0
24
Share
Share

બેને ગંભીર ઇજા થઈ હતી જ્યારે ૨ને સામાન્ય ઇજા, સમય સૂચકતા વાપરતા હાલ જીવ બચાવવામાં સફળતા મળી

જૂનાગઢ,તા.૧૫

જૂનાગઢ : ઉત્તરાયણના દિવસે રાજ્યમાં અનેક અકસ્માતો થયા હતા જોકે, આ અકસ્માતમાં વાહન અકસ્માતો પણ થતા ઇજાઓનો દોર શરૂ રહ્યો હતો. દરમિયાન ગઈકાલે રજાનો દિવસ હોવાથી અનેક લોકો દેવદર્શને નીકળ્યા હતા જેમાં રાજકોટના ૪ મિત્રો પણ મઢડા દર્શને ગયા હતા. જોકે, આ મિત્રોને દવેદર્શન બાદ કાળનો ભેટો થઈ ગયો હતો. રાજકોટના ચાર મિત્રો મઢડા દર્શન કરી અને પરત રાજકોટ જતા હતા ત્યારે ચોકી અને વડાલ વચ્ચે તેમની કારનો અકસ્માત થયો હતો. કાર અચાનક ૧૫-૨૦ ફૂટ ઉંડા ખાડામાં ખાબકી હતી જેના પગલે ચાર યુવાનોને ગંભીર ઇજા થઈ હતી. આ અંગે જૂનાગઢ ૧૦૮ના જિલ્લા અધિકારી જોષીએ કહ્યું કે અમને રાત્રે અકસ્માતનો કોલ મળતા જ અમે ૨ એમ્બ્યુલન્સ ળઈનેઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ચાર પૈકીના બે યુવકોને ગંભીરઇજા થઈ હતી જ્યારે ૨ને સામાન્ય ઇજા થઈ હતી. અમે સમયસૂચકતા વાપરતા હાલ જીવ બચાવવામાં સફળતા મળી છે. ગઈકાલે રાત્રિના ઘટેલા આ અકસ્માતમાં રાજકોટના રહેવાસી જણાતા ભરત હકુભાઈ ઉંમર વર્ષ ૨૫, હર્ષ ઉં.વર્ષ ૨૦, સંદીપ ડાબલા ઉમર વર્ષ ૨૩, કાનાભાઈ ધોળકિયા ૨૬ને ઇજાઓ પહોંચી હતી. તમામને જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડમાં આ યુવકોની સારવાર કરવામાં આવી હતી. જોકે, ૧૦૮ના અધિકારીના મતે આ અકસ્માત પ્રાથમિક માહિતી મુજબ ઑવરેટેક કરવા જતા સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. જેમાં કાર બેકાબૂ બનતા ૧૫-૨૦ ઉંડા ખાડામાં ખાબકી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here